વડાપ્રધાન પદ છોડતાં પહેલાં સ્ટાર્મરને યુક્રેનનું સર્વોચ્ચ સન્માન
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બ્રિટનના વિદાય લઈ રહેલા વડાપ્રધાન કેર સ્ટાર્મરને યુક્રેનના વિદેશી નાગરિકો માટેના સર્વોચ્ચ સ્ટેટ ઓનર 'ઓર્ડર ઓફ ફ્રીડમ'થી સન્માનિત કર્યા હતા.
લંડનઃ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બ્રિટનના વિદાય લઈ રહેલા વડાપ્રધાન કેર સ્ટાર્મરને યુક્રેનના વિદેશી નાગરિકો માટેના સર્વોચ્ચ સ્ટેટ ઓનર 'ઓર્ડર ઓફ ફ્રીડમ'થી સન્માનિત કર્યા હતા. યુકે-યુક્રેન સંબંધોને મજબૂત બનાવવા અને યુક્રેનના સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાને અવિરત સમર્થન આપવા બદલ સ્ટાર્મરના અસાધારણ વ્યક્તિગત યોગદાનની કદરરૂપે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન પદ છોડતાં પહેલાં સ્ટાર્મરની આ છેલ્લી કીવ મુલાકાત હતી.
