સિંહનો આતંકઃ રબારિકા ગામે ઘરમાં સૂતા વૃદ્ધ પર હુમલો
જિલ્લામાં સિંહોના માનવવસાહત તરફ વધતા આવાગમન વચ્ચે તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા રબારિકા ગામે રવજીભાઈ સેંજલિયા પોતાના ઘરે સૂતા હતા ત્યારે અચાનક સિંહ ઘરમાં ઘૂસી આવ્યો અને તેમના પર હુમલો કર્યો. હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ રબારિકા ગામે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે.
અમરેલીઃ જિલ્લામાં સિંહોના માનવવસાહત તરફ વધતા આવાગમન વચ્ચે તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા રબારિકા ગામે રવજીભાઈ સેંજલિયા પોતાના ઘરે સૂતા હતા ત્યારે અચાનક સિંહ ઘરમાં ઘૂસી આવ્યો અને તેમના પર હુમલો કર્યો. હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ રબારિકા ગામે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે.
