સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલ શિફ્ટ કરાયા

નીટની પરીક્ષાના પેપર લીક થવાના વિરોધમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતરમંતર પર ભૂખ હડતાળ કરી. ભૂખ હડતાળના 21મા દિવસે દિલ્હી પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી. આ અંગે પોલીસે કહ્યું હતું કે, અમે વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરોની સલાહ અને દિલ્હી હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને તેમને જંતરમંતરેથી લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વાંગચુકને સૌપ્રથમ સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા, જ્યાંથી તેમને વધુ ઇલાજ માટે મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. સફદરગંજથી ડિસ્ચાર્જ સમયે તેમની તબિયત સ્થિર હતી, પરંતુ લોહી સાથે સંકળાયેલી સમસ્યા અને પોટેશિયમનું સ્તર ઓછું હોવાથી સતત દેખરેખ હેઠળ રાખવાનું કહેવાયું છે.