સોયના નાકામાં ત્રણ મહાન ભારતીય વિજ્ઞાની
હૈદરાબાદ ભારતના પ્રખ્યાત માઇક્રો આર્ટિસ્ટ અજય કુમાર મત્તેવાડાએ કલાના એક અદભુત નમૂનાનું સર્જન કર્યું છે. તેમણે કપડાં સીવવાની સોયના નાકા (કાણા)ની અંદર ભારતના મહાન વૈજ્ઞાનિકો ભૌતિકશાસ્ત્રી ડો. સી.વી. રમણ, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતામહ ડો. વિક્રમ સારાભાઈ અને મિસાઇલમેન ડો. એ.પી.જે અબ્દુલ કલામના અતિ સૂક્ષ્મ (મિનીએચર) શિલ્પો બનાવ્યા છે.
હૈદરાબાદ ભારતના પ્રખ્યાત માઇક્રો આર્ટિસ્ટ અજય કુમાર મત્તેવાડાએ કલાના એક અદભુત નમૂનાનું સર્જન કર્યું છે. તેમણે કપડાં સીવવાની સોયના નાકા (કાણા)ની અંદર ભારતના મહાન વૈજ્ઞાનિકો ભૌતિકશાસ્ત્રી ડો. સી.વી. રમણ, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતામહ ડો. વિક્રમ સારાભાઈ અને મિસાઇલમેન ડો. એ.પી.જે અબ્દુલ કલામના અતિ સૂક્ષ્મ (મિનીએચર) શિલ્પો બનાવ્યા છે. સોયના નાના અમથા ભાગમાં કંડારેલી આ અદભુત કલા આખા દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સૌથી ગૌરવની વાત એ છે કે આ ખાસ સૂક્ષ્મ શિલ્પો હવે સ્કાઈરૂટ એરોસ્પેસ દ્વારા તૈયાર થયેલા ‘વિક્રમ-1’ રોકેટ દ્વારા અવકાશની સફરે પહોંચ્યા છે. આ સાથે જ વિજ્ઞાન અને કલાના અનોખા સંગમસમાન આ કૃતિ ઈતિહાસમાં ખાસ સ્થાન પામી છે, કેમ ‘વિક્રમ-1’ ભારતનું પહેલું ખાનગી કંપની દ્વારા તૈયાર થયેલું રોકેટ છે.
