હેય્ઝમાં શીખ મહિલાની ચાકુ વડે કરપીણ હત્યા, એકની ધરપકડ

પશ્ચિમ લંડનના હેય્ઝમાં કિરણદીપ કૌર નામની શીખ મહિલાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. મૂળ ભારતના પંજાબના તરણતારણ જિલ્લાના પીડ્ડી ગામની વતની કિરણદીપ કૌર બે વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન આવી હતી અને હાલ વર્ક પરમિટ પર કામ કરી રહી હતી.

લંડનઃ પશ્ચિમ લંડનના હેય્ઝમાં કિરણદીપ કૌર નામની શીખ મહિલાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. મૂળ ભારતના પંજાબના તરણતારણ જિલ્લાના પીડ્ડી ગામની વતની કિરણદીપ કૌર બે વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન આવી હતી અને હાલ વર્ક પરમિટ પર કામ કરી રહી હતી. કિરણદીપ ઘરમાં જ મૃત હાલતમાં મળી આવી હતી જ્યારે ઘટનાસ્થળની બહાર એક 20 વર્ષીય યુવક છરીના ઘાથી ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

પોલીસે આ મામલામાં પિન્નરના રહેવાસી 44 વર્ષીય ડેનિયલ સીન જેમ્સ સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ધારદાર હથિયાર રાખવા બદલ ગુનો દાખલ કર્યો હતો. હવે તેને 11 ઓગસ્ટના રોજ ઓલ્ડ બેઈલી સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

શીખ પ્રેસ એસોસિએશનના પ્રવક્તા જસવીર સિંહે જણાવ્યું હતું કે, યુકેમાં શીખ સમુદાય પર વધી રહેલા વંશીય હુમલાઓ ચિંતાનો વિષય છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો જેવા અસહાય લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

હેય્ઝમાં શીખ મહિલાની ચાકુ વડે કરપીણ હત્યા, એકની ધરપકડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.