‘રોબોટિક’ બોનસાઇ પ્લાન્ટ

અત્યાધુનિક ટેક્નોલોજીના આવિષ્કાર અને અમલીકરણ માટે જાણીતા જાપાનથી બાગાયતપ્રેમીઓ માટે જાણવાજોગ સમાચાર આવ્યા છે. એક જાપાનીઝ એન્જિનિયરે પ્રકૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સંગમ રચીને એક રોબોટિક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.

ટોક્યોઃ અત્યાધુનિક ટેક્નોલોજીના આવિષ્કાર અને અમલીકરણ માટે જાણીતા જાપાનથી બાગાયતપ્રેમીઓ માટે જાણવાજોગ સમાચાર આવ્યા છે. એક જાપાનીઝ એન્જિનિયરે પ્રકૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સંગમ રચીને એક રોબોટિક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે તે બોન્સાઈ વૃક્ષને આસપાસના વાતાવરણ સમજીને પોતાની મેળે જ અહીં-તહીં ચાલવામાં સક્ષમ બનાવે છે. આ અનોખું બોનસાઈ પ્લાન્ટ પ્લેટફોર્મ આસપાસના પર્યાવરણનું સતત મૂલ્યાંકન કરે છે અને જરૂરિયાત મુજબ આપમેળે તડકા કે છાંયડા તરફ આગળ વધે છે.

આ રોબોટિક પ્લેટફોર્મમાં ખાસ સેન્સર્સ લગાવવામાં આવ્યા છે, જે સતત પ્રકાશ અને આસપાસના વાતાવરણ પર નજર રાખે છે. જ્યારે આ બોન્સાઈ છોડને વધુ સૂર્યપ્રકાશની જરૂર હોય છે, ત્યારે આ પ્લેટફોર્મ તેને આપોઆપ તડકાવાળી જગ્યાએ લઈ જાય છે. તેવી જ રીતે, વધુ પડતી ગરમી અથવા તીવ્ર પ્રકાશ થવા પર તે જાતે જ પાછો છાંયડામાં આવી જાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ વ્યક્તિના હસ્તક્ષેપની જરૂર પડતી નથી. અને હા, આ પ્રોજેક્ટ ખેતી કે કોઈ વ્યાવસાયિક ઉપયોગ માટે બનાવવામાં આવ્યો નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે આધુનિક રોબોટિક્સ અને પ્રકૃતિને મિલાવીને કેટલા રચનાત્મક પ્રયોગો કરી શકાય છે.

‘રોબોટિક’ બોનસાઇ પ્લાન્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.