100થી વધુ નકલી એકાઉન્ટ દ્વારા મુસ્લિમોને બ્લેકમેલ કરનાર સોમાલીને 16 વર્ષની જેલ
યુવાન મુસ્લિમો અને કિશોરોને નિશાન બનાવીને મોટા પાયે ઓનલાઈન બ્લેકમેલિંગનું નેટવર્ક ચલાવનાર સોમાલી મૂળના 31 વર્ષીય બ્રિટિશ નાગરિક વાલીદ સઇદને અદાલતે 16 વર્ષની જેલની સજા ફટકારી છે.
લંડનઃ યુવાન મુસ્લિમો અને કિશોરોને નિશાન બનાવીને મોટા પાયે ઓનલાઈન બ્લેકમેલિંગનું નેટવર્ક ચલાવનાર સોમાલી મૂળના 31 વર્ષીય બ્રિટિશ નાગરિક વાલીદ સઇદને અદાલતે 16 વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપીએ પીડિતો પાસેથી આપત્તિજનક તસવીરો મેળવવા અને તેમનું યૌન શોષણ કરવા માટે 100થી વધુ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. વાલીદ સઈદને સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા બળાત્કાર, બળાત્કારનો પ્રયાસ, બ્લેકમેલ અને બાળકોની અશ્લીલ સામગ્રી બનાવવા સહિતના 17 ગુનાઓમાં દોષિત ઠેરવી આ સજા સંભળાવવામાં આવી છે.
