G7 સંમેલનમાં મોદી અને સ્ટાર્મર વચ્ચે ઉષ્માસભર મુલાકાત
વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન થયેલી ટૂંકી વાતચીતે બંને દેશો વચ્ચેના વ્યાપારિક ગતિરોધનો અંત આવી ગયાનો સંકેત આપી દીધો હતો.
લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન થયેલી ટૂંકી વાતચીતે બંને દેશો વચ્ચેના વ્યાપારિક ગતિરોધનો અંત આવી ગયાનો સંકેત આપી દીધો હતો. બંને નેતાઓ વચ્ચેની અનૌપચારિક વાતચીત માઇક્રોફોનમાં કેદ થઇ હતી. મોદીએ સ્ટાર્મરને સ્મિત સાથે જણાવ્યું હતું કે, આપણે કરી બતાવ્યું. જેના જવાબમાં બ્રિટિશ વડાપ્રધાને ઉત્સાહપૂર્વક જણાવ્યું, હા, આપણે તે કરી બતાવ્યું.
