PCOSઃ પીરિયડ્સની ગરબડ સાથે ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝનું પણ જોખમ

PCOSઃ પીરિયડ્સની ગરબડ સાથે ડાયાબ...

પીસીઓએસના ટૂંકા નામે ઓળખાતો પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે, જેનો સામનો મહિલાઓ ટીનેજથી લઈને મેનોપોઝ સુધી જીવનભર કરે છે. તે માસિકચક્રમાં ખલેલ, ખીલ, અનિચ્છનીય વાળ અને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનું કારણ બને છે. તે માત્ર માસિક સ્રાવ સંબંધિત વિકાર નથી, પરંતુ હોર્મોન્સ અને મેટાબોલિઝમને પણ અસર કરે છે. એક સંશોધનના તારણ અનુસાર, દુનિયામાં દર આઠમાંથી એક મહિલા તેનાથી પ્રભાવિત છે. તો આવો, આજે આપણે જાણીએ આ સમસ્યા વિશે જાણીએ સવાલ-જવાબના માધ્યમથી...

• PCOS એટલે શું? તે મહિલાઓમાં થતી એક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યા છે, જે શરીરને અસર કરે છે. આમાં, ખાસ કરીને ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી, જેથી અંડાશયમાં સમયસર ઇંડા બનતા નથી કે બહાર નીકળતા નથી, માસિક અનિયમિત થઈ જાય છે.
• નવું નામ PMOS શા માટે? પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ - PCOS નામથી તે ફક્ત અંડાશયની સમસ્યા લાગે છે જ્યારે કે ખરેખર તો તે મેટાબોલિઝમ, હૃદયને પણ અસર કરે છે. તેથી, તેને પોલિએન્ડોક્રાઈન મેટાબોલિક ઓવરી સિન્ડ્રોમ - PMOS નામ આપવાનો પ્રસ્તાવ અપાયો છે.
• તેના પ્રારંભિક સંકેતો શું છે? તેના લક્ષણોમાં અનિયમિત માસિક સ્રાવ, ખીલ, અનિચ્છનીય વાળ, વાળ ખરવા, વજન વધવું, ગર્ભધારણ કરવામાં મુશ્કેલી સામેલ છે. આ લક્ષણો થાઈરોઈડ સમસ્યા, પ્રોલેક્ટીન ડિસઓર્ડર, એડ્રેનલ ગ્રંથિ રોગ અથવા કુશિંગ સિન્ડ્રોમમાં પણ જોવા મળે છે.
• કોને PCOS થવાનું વધુ જોખમ? PCOS આનુવંશિક અને જીવનશૈલી બંને પરિબળોને કારણે થઈ શકે છે. પરિવારમાં PCOS, ડાયાબિટીસ અથવા સ્થૂળતાનો ઇતિહાસ જોખમ વધારે છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી જોખમ ઘટાડી શકાય છે.

PCOSઃ પીરિયડ્સની ગરબડ સાથે ડાયાબ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.