ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસા બાદ બેલફાસ્ટનો ભારતીય સમુદાય ભયભીત

તાજેતરમાં બેલફાસ્ટમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસામાં પોતાના ઘરોમાં વ્યાપક નુકસાનનો સામનો કરનાર બે ભારતીય મહિલાઓએ જણાવ્યું હતું કે, હવે તેઓ આ શહેરમાં રહેવું સુરક્ષિત સમજતી નથી.

લંડનઃ તાજેતરમાં બેલફાસ્ટમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસામાં પોતાના ઘરોમાં વ્યાપક નુકસાનનો સામનો કરનાર બે ભારતીય મહિલાઓએ જણાવ્યું હતું કે, હવે તેઓ આ શહેરમાં રહેવું સુરક્ષિત સમજતી નથી. તેજલ સામંત અને નિશાંત મોહમ્મદ દક્ષિણ બેલફાસ્ટના ડોનેગલ રોડ પર આવેલી શામ સુપરમાર્કેટની ઉપરના મકાનમાં રહેતા હતાં. ગત 9 જૂનના રોજ જ્યારે તોફાનીઓના એક ટોળાએ દુકાનની બહાર રાખેલી કચરાપેટીમાં આગ લગાડી ત્યારે તેઓ ઘરની અંદર જ હતાં.

મોહમ્મદ તે ભયાનક રાતને યાદ કરતા જણાવે છે કે, અમે એટલા બધા ડરી ગયા હતા કે અમને કંઈ સમજ પડતી નહોતી કે શું કરવું. અમે ભારે આઘાતમાં હતાં. હું છેલ્લા છ વર્ષથી બેલફાસ્ટમાં રહું છું. હું અહીં એક વિદ્યાર્થી તરીકે આવી હતી, સારો અભ્યાસ કર્યો અને નોકરી મેળવી. અમે અહીં ખૂબ ખુશ હતા અને બેલફાસ્ટ મારું ઘર છે, પરંતુ આ ઘટના પછી હવે અમને ઘરની બાજુની દુકાને જવામાં પણ ડર લાગે છે.

રિટેલ મેનેજર તરીકે કામ કરતા તેજલ સામંતે આ ઘટનાને અત્યંત ગંભીર અને તેમના જીવનની સૌથી ખરાબ રાતોમાંની એક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે આઘાતમાં હતા અને જે થઈ રહ્યું હતું તે સ્વીકારી શકતા નહોતા. આ બધું જોયા પછી હવે મને બેલફાસ્ટમાં રહેવાનું મન નથી થતું. હું અહીં કામ માટે આવી હતી, મારું આખું વર્ષ ખૂબ સરસ રહ્યું, પણ પછી આ અઘટિત ઘટના બની. હવે મને નથી લાગતું કે હું અહીં રહી શકીશ.

ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસા બાદ બેલફાસ્ટનો ભારતીય સમુદાય ભયભીત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.