ઇરાન સાથે શાંતિ મંત્રણા બાદ વેન્સનો દાવોઃ હોર્મુઝ ખુલશે, અણુ કાર્યક્રમ પર નજર રખાશે

ઇરાન સાથે શાંતિ મંત્રણા બાદ વે...

ઈરાનને યુદ્ધ રોકવા માટે સંમત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઓફર આપી છે. સ્વિત્ઝર્લેન્ડમાં સોમવારે યોજાયેલી મંત્રણામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ઈરાન પરથી પ્રતિબંધો હટાવીને દુનિયાભરમાં ક્રૂડ વેચવાની મંજૂરી આપી દીધી છે. વેન્સે જણાવ્યું કે, ઈરાન દ્વારા હોર્મુઝને ખોલવા અને પોતાના પરમાણુ કેન્દ્રોની તપાસની મંજૂરી આપવાના બદલામાં ટ્રમ્પે આ ઓફર આપી છે. ગ્લોબલ ઓઇલ ટ્રેકર અનુસાર ઈરાન હવે રોજ લગભગ 20 લાખ બેરલ ક્રૂડ વેચી શકશે.

બર્ગેનસ્ટોક, વોશિંગ્ટનઃ ઈરાનને યુદ્ધ રોકવા માટે સંમત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઓફર આપી છે. સ્વિત્ઝર્લેન્ડમાં સોમવારે યોજાયેલી મંત્રણામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ઈરાન પરથી પ્રતિબંધો હટાવીને દુનિયાભરમાં ક્રૂડ વેચવાની મંજૂરી આપી દીધી છે. વેન્સે જણાવ્યું કે, ઈરાન દ્વારા હોર્મુઝને ખોલવા અને પોતાના પરમાણુ કેન્દ્રોની તપાસની મંજૂરી આપવાના બદલામાં ટ્રમ્પે આ ઓફર આપી છે. ગ્લોબલ ઓઇલ ટ્રેકર અનુસાર ઈરાન હવે રોજ લગભગ 20 લાખ બેરલ ક્રૂડ વેચી શકશે.
પ્રથમ તબક્કાની વાતચીતને સફળ ગણાવતા વેન્સે કહ્યું કે, આગામી 30 દિવસમાં ઈરાનની અમેરિકા, યુરોપ અને પશ્ચિમ એશિયામાં રહેલી સંપત્તિઓને ડી-ફ્રીઝ કરવામાં આવી શકે છે. પરંતુ તેમણે ચેતવણી આપી કે તેનાથી થનારી આવકનો ઉપયોગ ઈરાન માત્ર અમેરિકી સોયાબીન અને મકાઈ ખરીદવા માટે જ કરી શકશે.
સ્વિત્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે હાઈ પ્રોફાઈલ મંત્રણા બાદ ઉપરાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું કે વાતચીત સકારાત્મક રહી છે, જે મધરાત સુધી ચાલુ રહી હતી. તેમણે કહ્યું હતું કે હોર્મુઝની ખાડી હવે સંપૂર્ણપણે ખુલ્લી રહેશે. ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ અને સ્થળોની આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો દ્વારા તપાસ માટે ઈરાન સંમત થયું છે.
 સાથે સાથે જ વેન્સે કહ્યું હતું કે ઈરાનને તેનું ફ્રીઝ કરેલું ફંડ પાછું આપવામાં આવશે. જેનો ઉપયોગ ઈરાનની પ્રજાનાં કલ્યાણ માટે કરાશે. વેન્સે કહ્યું કે ઈરાનનું ફંડ છૂટું થતા વેપારી માર્ગે તેનો ઉપયોગ શક્ય બનશે અને તેનો સીધો ફાયદો અમેરિકાનાં ખેડૂતોને થશે. બેઠકમાં યુએસ ઉપરાષ્ટ્રપતિ વેન્સ, ઈરાનની સંસદનાં સ્પીકર ગાલિબાફ સહિતના નેતા હાજર હતા.
આખરી સમજૂતીનો રોડમેપ શું છે?
મંત્રણામાં ઉચ્ચ કક્ષાની સમિતિ રચવા સંમતિ સધાઈ હતી. જે મંત્રણા દરમિયાન રાજકીય સ્થિતિ પર દેખરેખ રાખશે. સમિતિ 60 દિવસમાં અંતિમ સમજૂતી સુધી પહોંચવા રોડમેપ તૈયાર કરશે. મુખ્ય મંત્રણા કરનારા નિયમિત ધોરણે સમિતિને પ્રગતિનો રિપોર્ટ આપતા રહેશે. ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધ અને દેખરેખ માટે તંત્ર રચાશે વિવાદનાં ઉકેલવા અલગ અલગ જૂથો બનાવાશે.
મંત્રણામાં બન્ને દેશના પ્રતિનિધિ મંડળ વચ્ચેની વાતચીતના ફોટો લેવાયા ન હતા કે નેતાઓએ હસ્તધૂનન કર્યું ન હતું. આ ઉપરાંત પાક.ના વડાપ્રધાન શરીફ તેમજ આર્મી ચીફ મુનિર એક ખુણામાં આખો તમાશો જોતા હોય તેમ ઊભા હતા. કેટલાક નેતાઓ દ્વારા બંનેની અવગણના કરાતા તેઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

ઇરાન સાથે શાંતિ મંત્રણા બાદ વે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.