એસએનપીમાંથી 4 લાખ પાઉન્ડની ઉચાપત માટે પીટર મ્યુરેલને 5 વર્ષની કેદ
સ્કોટિશ નેશનલ પાર્ટીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી 4,00,000 પાઉન્ડથી વધુ રકમની ઉચાપત કરવાનો ગુનો કબૂલ્યા બાદ પીટર મ્યુરેલને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
લંડનઃ સ્કોટિશ નેશનલ પાર્ટીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી 4,00,000 પાઉન્ડથી વધુ રકમની ઉચાપત કરવાનો ગુનો કબૂલ્યા બાદ પીટર મ્યુરેલને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જિઓનના પૂર્વ પતિ એવા મ્યુરેલે 12 વર્ષના લાંબા ગાળામાં આ નાણાંની ઉચાપત કરી હતી. તેમણે આ નાણાનો ઉપયોગ લક્ઝરી મોટરહોમ, જગુઆર એસયુવી, મોન્ટબ્લાન્ક પેન, કિંમતી ઘડિયાળો, લાલિક સોલ્ટ એન્ડ પેપર ગ્રાઇન્ડરનો સેટ અને 2 કિલો કોફી પાછળ લક્ઝરી જીવનશૈલી જીવવા માટે કર્યો હતો. તેમણે પાર્ટીના સત્તાવાર બેન્ક ખાતાઓમાં ખોટા એકાઉન્ટિંગ કોડ દાખલ કરી અને બનાવટી ઇન્વૉઇસ સબમિટ કરીને આ ચોરી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
આમ તો મ્યુરેલને આ કેસમાં 7 વર્ષની કેદની સજા થવાની હતી પરંતુ તેમણે પ્રાથમિક સુનાવણીમાં જ પોતાનો અપરાધ કબૂલી લેતાં અદાલતે સજામાં ઘટાડો કર્યો હતો.
