ઓક્સફર્ડમાં શહેરના પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન
ઓક્સફર્ડમાં હેડિંગ્ટન માર્શ લેન ખાતે શહેરના પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્દઘાટન કરાયું હતું. આ ઐતિહાસિક ક્ષણ શહેરમાં વસતા હિન્દુ સમુદાયના વર્ષોના અવિરત પરિશ્રમનું પરિણામ છે. તેઓ આ પહેલા પૂજા-અર્ચના અને મેળાવડાઓ માટે શાળાના હોલ અને કોમ્યુનિટી સેન્ટરો પર નિર્ભર હતા.
હેડિંગઃ ઓક્સફર્ડમાં હેડિંગ્ટન માર્શ લેન ખાતે શહેરના પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્દઘાટન કરાયું હતું. આ ઐતિહાસિક ક્ષણ શહેરમાં વસતા હિન્દુ સમુદાયના વર્ષોના અવિરત પરિશ્રમનું પરિણામ છે. તેઓ આ પહેલા પૂજા-અર્ચના અને મેળાવડાઓ માટે શાળાના હોલ અને કોમ્યુનિટી સેન્ટરો પર નિર્ભર હતા. હેડિંગ્ટનના માર્શ લેન ખાતે આવેલા પૂર્વ સ્પોર્ટ્સ પેવેલિયનને હવે કાયમી મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન મહોત્સવની શરૂઆત ગ્રીન વિસ્તારમાં ઢોલના નાદ અને ભાંગડાના ઉત્સાહપૂર્ણ પ્રદર્શન સાથે થઈ હતી. ત્યારબાદ ત્યાંથી ઓક્સફોર્ડ હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં વિવિધ ધાર્મિક વિધિઓ, નૃત્ય અને ભજન-કીર્તનનું આયોજન કરાયું હતું. આ પૂર્વે ૨૩ મેના રોજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
આ આસ્થા કેન્દ્ર માત્ર ધાર્મિક પૂજા-અર્ચના પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ અહીં વિવિધ ઉત્સવોના કાર્યક્રમો, ભાષા અને સંગીતના વર્ગો તેમજ સામાજિક સંસ્થાઓ માટે પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે પૂરતી જગ્યા પણ પૂરી પાડવામાં આવશે.
