ઓલ્ડબરીમાં પ્રેમિકાની હત્યા કરનાર મોહમ્મદ અઝીમ દોષી
પોતાના નવજાત બાળકને હોસ્પિટલમાં મળીને પરત ફરી રહેલી 19 વર્ષની યુવતીની તેના જ પાર્ટનર દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
લંડનઃ પોતાના નવજાત બાળકને હોસ્પિટલમાં મળીને પરત ફરી રહેલી 19 વર્ષની યુવતીની તેના જ પાર્ટનર દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓલ્ડબરીમાં 41 વર્ષીય મોહમ્મદ અઝીમે તેની પ્રેમિકા લીલી વ્હાઇટહાઉસને ટ્રક વડે સામાન્ય ટક્કર મારી હતી અને ત્યારબાદ ક્રૂરતાપૂર્વક તેના પર ટ્રક ફેરવી દીધો હતો. ઘટના બાદ અઝીમે પુરાવાનો નાશ કરવા અને પોલીસને ગુમરાહ કરવા મૃતદેહને ટ્રકમાં મૂકી અન્ય સ્થળે ખસેડ્યો હતો અને ત્યાંથી તેણે ઇમરજન્સી નંબર 999 પર કોલ કરી એવો ખોટો દાવો કર્યો હતો કે તે એક હિટ એન્ડ રનની ઘટનાનો સાક્ષી છે. જો કે, કોર્ટમાં જ્યુરી સમક્ષ તેનું જુઠ્ઠાણું ટકી શક્યું નહોતું અને અદાલતે તેને લીલીની હત્યાના ગુનામાં કસૂરવાર જાહેર કર્યો છે.
