કચ્છી ઘંટડીઓની દેશ-વિદેશમાં ડિમાન્ડઃ પાકિસ્તાન સાથે છે કનેક્શન

કચ્છી ઘંટડીઓની દેશ-વિદેશમાં ડ

વિશ્વભરના વિવિધ ધર્મોમાં અને ટ્રેન્ડમાં કોપર બેલ એક આગવું મહત્ત્વ ધરાવે છે. ત્યાં સુધી કે શાહરુખ અને કાજોલખાન અભિનિત ફિલ્મમાં પણ કોપર બેલ દર્શાવાઈ હતી. આજકાલ સોશિયલ મીડિયામાં પણ આવા કોપર બેલ ટ્રેન્ડિંગમાં છે. ખાસ કરીને આપણે આવા કોપર બેલ ફિલ્મોમાં અને દેશ-વિદેશની સભ્યતાને અનુલક્ષીને જોઈએ છે, પરંતુ આ કોપર બેલ અન્ય ક્યાંય નહીં પણ કચ્છમાં જ બને છે, જે ગુજરાતની વર્ષો જૂની પ્રાચીન હસ્તકળા છે. આ કોપર બેલની બનાવટમાં કચ્છીઓ માસ્ટર છે, જેનો ઇતિહાસ પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છના કોપર બેલની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ બોલબાલા છે.

ભુજઃ વિશ્વભરના વિવિધ ધર્મોમાં અને ટ્રેન્ડમાં કોપર બેલ એક આગવું મહત્ત્વ ધરાવે છે. ત્યાં સુધી કે શાહરુખ અને કાજોલખાન અભિનિત ફિલ્મમાં પણ કોપર બેલ દર્શાવાઈ હતી. આજકાલ સોશિયલ મીડિયામાં પણ આવા કોપર બેલ ટ્રેન્ડિંગમાં છે. ખાસ કરીને આપણે આવા કોપર બેલ ફિલ્મોમાં અને દેશ-વિદેશની સભ્યતાને અનુલક્ષીને જોઈએ છે, પરંતુ આ કોપર બેલ અન્ય ક્યાંય નહીં પણ કચ્છમાં જ બને છે, જે ગુજરાતની વર્ષો જૂની પ્રાચીન હસ્તકળા છે. આ કોપર બેલની બનાવટમાં કચ્છીઓ માસ્ટર છે, જેનો ઇતિહાસ પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છના કોપર બેલની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ બોલબાલા છે.
300 વર્ષ જૂની કલા
અંદાજે 300 વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંધમાં તાંબાની ઘંટડીઓ બનાવવાની શરૂઆત થઈ હતી. પ્રાચીન સમયમાં આ ઘંટડીઓ માલધારીઓની ગાય-ભેંસ સહિતનાં પશુઓના ગળામાં બાંધવા બનાવાતી હતી. દરેક માલધારી પોતાનાં પશુઓના ગળામાં અલગ-અલગ પ્રકારની ટોકરી બાંધતા, જેથી પશુની ઓળખ થઈ શકે. એટલું જ નહીં કોપર બેલના વિવિધ પ્રકારના અવાજથી પણ પશુઓની ઓળખ થઈ શકતી હતી. ભારત-પાકિસ્તાન અલગ થયા પહેલાં કચ્છ અને સિંધ પ્રાંત એકબીજાથી જોડાયેલા હતા. ભાગલા બાદ સિંધ પ્રાંતમાં જન્મેલી આ હસ્તકળા કચ્છમાં આવી અને લુહાર સમાજે આ હસ્તકળાનું કામ કચ્છથી શરૂ કર્યું હતું. કચ્છમાં માનવવસ્તી કરતાં દુધાળાં પશુની વસ્તી વધુ હોવાથી આ હસ્તકળાને અનેરો વેગ મળ્યો હતો.
કેવી રીતે બને છે ઘંટડી?
આ કોપર બેલ મૂળ લોખંડની શીટથી બને છે. કોપર બેલના ત્રણ અલગ-અલગ પાર્ટને હાથેથી જોડી તેના પર પિત્તળ, તાંબા અને ઝિંકનો પાઉડર લગાવાય છે. તૈયાર થયેલી લોખંડની બેલને પાણીમાં નાખતાં પિત્તળ, તાંબા અને ઝિંકનો પાઉડર બેલ ચોંટી જાય છે. આ બેલ પર માટી અને કપાસને પીસી તેનું લીંપણ ચોંટાડાય છે, જે કામ લુહાર પરિવારની મહિલાઓ સંભાળે છે અને ત્યારબાદ તેને ગરમ ભઠ્ઠીમાં મુકાય છે. બેલના કદ પ્રમાણે તેને ગરમ કર્યા બાદ લીંપણ કાઢી તેને હથોડીથી ટીપી ટીપીને જરૂર મુજબનો અવાજ અપાય છે.
એક ઘંટડીની કિંમત રૂ. 10 હજાર
આ બેલની નાનામાં નાની સાઇઝની કિંમત રૂ. 50થી લઈને રૂ. 3500 સુધી પહોંચતી હોય છે. બેલ પર ગ્રાહકોની પસંદની ડિઝાઇન મુજબ ભાવ વધતા હોય છે. એટલું જ નહીં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે પણ વિશેષ પ્રકારની બેલ બનતી હોય છે, જેની કિંમત રૂ. 10 હજાર સુધી પહોંચે છે. આજે આ ઘંટડીઓ પશુઓના ગળામાં બાંધવા માટે જ નહીં, ઘર શણગાર, સંગીતનાં વાજિંત્ર, ડોરબેલ, ઝુમ્મર તરીકે પણ તૈયાર કરાય છે.

કચ્છી ઘંટડીઓની દેશ-વિદેશમાં ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.