ગાર્ડનિંગઃ મૂડ સારો કરવાની સરળ ટ્રિક
દરરોજ થોડોક સમય ગાર્ડનિંગ કરવાની આદત તમારા મન અને શરીર બંનેને રાહત આપી શકે છે. ‘સ્પ્રિંગ નેચર’માં પ્રકાશિત સંશોધન સૂચવે છે કે, બાગકામ અને બાગાયતી પ્રવૃત્તિઓ માનસિક સ્વાસ્થ્ય, સુખાકારી અને જીવનની ગુણવત્તા પર સકારાત્મક અસર કરે છે. તમારી બાલ્કની, ટેરેસ અથવા નાના કુંડામાં છોડ વાવવા એ એક સારી શરૂઆત છે.
દરરોજ થોડોક સમય ગાર્ડનિંગ કરવાની આદત તમારા મન અને શરીર બંનેને રાહત આપી શકે છે. ‘સ્પ્રિંગ નેચર’માં પ્રકાશિત સંશોધન સૂચવે છે કે, બાગકામ અને બાગાયતી પ્રવૃત્તિઓ માનસિક સ્વાસ્થ્ય, સુખાકારી અને જીવનની ગુણવત્તા પર સકારાત્મક અસર કરે છે. તમારી બાલ્કની, ટેરેસ અથવા નાના કુંડામાં છોડ વાવવા એ એક સારી શરૂઆત છે. આ પ્રવૃત્તિના ત્રણ મોટા ફાયદા છેઃ
1) સ્ટ્રેસ અને ટેન્શન ઘટાડેઃ ઝાડપાન-છોડની સંભાળ રાખવાથી મન શાંત થાય છે અને તણાવ ઓછો થાય છે.
2) મૂડ સુધારે - એકાગ્રતા વધારેઃ બાગકામ મૂડ સુધારવાની સાથોસાથ એકાગ્રતામાં વધારો કરવાનું કામ પણ કરે છે. અને હા, તે સ્ક્રીન સમય પણ ઘટાડે છે.
૩) શરીરને સક્રિય રાખેઃ ઝાડપાનને પાણી આપવું. માટી પાથરવી કે સરખી કરવી સૂકા પાંદડા હટાવવા જેવું સફાઈકામ કરવું એ પણ એક પ્રકારની હળવી શારીરિક કસરત જ છે. આ પ્રવૃત્તિઓ શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે.
