ગ્રૂમિંગ ગેંગોમાં મોટાભાગના અપરાધી પાકિસ્તાનીઃ રિપોર્ટ
યુકેમાં સક્રિય ગ્રૂમિંગ ગેંગ્સ અંગેના એક સ્વતંત્ર અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પ્રકારના ગુનાઓમાં સામેલ મોટાભાગના ગુનેગારો પાકિસ્તાની સમુદાયના હતા. અહેવાલ અનુસાર 1950ના દાયકાથી અત્યાર સુધીમાં યુકેમાં અંદાજે 2,50,000 જેટલી શ્વેત બ્રિટિશ યુવતીઓ સામૂહિક બળાત્કાર, માનવ તસ્કરી, બળજબરીપૂર્વકની ગર્ભાવસ્થા અને ફરજિયાત ધર્માંતરણનો ભોગ બની છે.
લંડનઃ યુકેમાં સક્રિય ગ્રૂમિંગ ગેંગ્સ અંગેના એક સ્વતંત્ર અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પ્રકારના ગુનાઓમાં સામેલ મોટાભાગના ગુનેગારો પાકિસ્તાની સમુદાયના હતા. અહેવાલ અનુસાર 1950ના દાયકાથી અત્યાર સુધીમાં યુકેમાં અંદાજે 2,50,000 જેટલી શ્વેત બ્રિટિશ યુવતીઓ સામૂહિક બળાત્કાર, માનવ તસ્કરી, બળજબરીપૂર્વકની ગર્ભાવસ્થા અને ફરજિયાત ધર્માંતરણનો ભોગ બની છે.
સાંસદ રુપર્ટ લોવ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલમાં વિગતવાર જણાવાયું છે કે કેવી રીતે મોટેભાગે પાકિસ્તાની મૂળના ગુનેગારોએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. આ ટોળકીઓ યુવતીઓને અલગ-અલગ સ્થળોએ મોકલતી, તેમને ડ્રગ્સ અને આલ્કોહોલનો નશો કરાવતી, અનેક પુરુષો દ્વારા તેમનું શોષણ કરાવતી અને બ્લેકમેલ કરવા માટે આ અત્યાચારના વીડિયો પણ શૂટ કરતી હતી
તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને તેની સંસ્થાઓ દાયકાઓથી આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. પોલીસ, સોશિયલ સર્વિસીસ, શાળાઓ, એનએચએસ, ટેક્સી લાયસન્સિંગ સત્તાવાળાઓ અને સરકારે આ ગેંગ્સને કોઈપણ ડર વગર ગુના આચરવા દીધા હતા.
ગ્રૂમિંગ ગેંગોમાં સામેલ પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવા રુપર્ટ લોવની માગ
સંસદસભ્ય રુપર્ટ લોવે ગ્રૂમિંગ ગેંગ કૌભાંડના પીડિતોની જુબાનીઓ વાંચી સંભળાવી ગ્રૂમિંગ ગેંગો સાથે સંકળાયેલા પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવાની માગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, અનેક પીડિતા સાથે થયેલા અપરાધોમાં જાતિ અને ધર્મએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અપરાધીઓના મતે મુસ્લિમ મહિલાઓ ઉચ્ચ નૈતિક દરજ્જો ધરાવે છે જ્યારે શ્વેત અને ખ્રિસ્તી યુવતીઓ ઉતરતી કક્ષાની હોય છે. લોવે આ ગ્રૂમિંગ ગેંગ કેસોમાં સામેલ ગુનેગારોને દેશનિકાલ કરવાની પણ માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, અમારો તપાસ અહેવાલ શંકા વગર સાબિત કરે છે કે આ રેપ ગેંગો અને ધર્મ વચ્ચે અસ્વીકાર્ય જોડાણ છે. પાકિસ્તાની મુસ્લિમ પુરુષોની ગેંગ દ્વારા મુખ્યત્વે અસહાય અને મધ્યમવર્ગની શ્વેત યુવતીઓ પર આચરવામાં આવેલા સામૂહિક બળાત્કાર ઘોર પાપ છે.
અહેવાલના મુખ્ય અંશો અને ભલામણો
1. મોટાભાગે મુસ્લિમ પૃષ્ઠભૂમિ ધરાવતા પુરુષોની સંડોવણી, પાકિસ્તાની મૂળના લોકોની સંખ્યા સૌથી વધુ, તે ઉપરાંત સોમાલી, ઇરાની, સીરિયન, ટર્કિશ અને અન્ય મુસ્લિમ પૃષ્ઠભૂમિ ધરાવતા નાના જૂથોની પણ સંડોવણી
2. સરકારોમાં વંશીય અને ધાર્મિક પેટર્ન સામે પગલાં લેવાની ઇચ્છાશક્તિનો અભાવ
3. મુસ્લિમ પુરુષો શરૂઆતમાં શ્વેત યુવતીઓ સાથે મિત્રતા કેળવી થોડા મહિના પછી તેમને ફ્લેટ અને હોટલોમાં લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજારતા, આ નેટવર્કે શીખ યુવતીઓને પણ નિશાન બનાવી હતી.
4. આવા ગુનાઓ માટે ન્યૂનતમ 50 વર્ષની જેલ અથવા આજીવન કેદની સજા અને ફાંસીની સજા પુનઃ શરૂ કરવાની ભલામણ, દોષિત ઠરેલા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશનિકાલ કરવા, બેવડી નાગરિકતા ધરાવતા બ્રિટિશરોની નાગરિકતા રદ કરવા અને ગુનેગારોને આશરો આપતી મસ્જિદો બંધ કરવા ભલામણ
