ચણા-મેથીનું અથાણું
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ દેશી ચણા (લાલ ચણા) - 1 કપ • મેથીના કુરિયા - 1 કપ • રાજાપુરી કેરીના ટુકડા (છાલ સાથે) - 1 કપ • રાઈના કુરિયા - અડધો કપ • સિંગતેલ - 2 કપ • લાલ મરચું (4-5 ચમચી) • હળદર • મીઠું • હિંગ
રીત: સૌપ્રથમ ચણા અને કેરીના ટુકડાને અલગ-અલગ હળદર-મીઠાવાળા પાણીમાં એક રાત પલાળી રાખો. બીજા દિવસે તેને કોરા કપડા પર 2-3 કલાક સૂકવી દો. એક વાસણમાં મેથીના કુરિયા અને રાઈના કુરિયા વચ્ચે ખાડો કરી હિંગ મૂકો. તેલ ગરમ કરી નવશેકું થાય એટલે કુરિયા પર રેડીને ઢાંકી દો. મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં લાલ મરચું, હળદર, મીઠું, કેરીના ટુકડા અને ચણા ઉમેરીને બરાબર મિક્સ કરો. અથાણાને કાચની બરણીમાં ભરી દો. બે દિવસ પછી ઉપર સુધી તેલ ભરી દો, જેથી અથાણું બગડે નહીં.
