છોટાઉદેપુરમાં ગુજરાતનો એકમાત્ર રબ્બર ડેમ તૈયાર થવાના આરે

છોટાઉદેપુરમાં ગુજરાતનો એકમાત...

બોડેલીના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ અને એકમાત્ર રબ્બર ડેમ બનીને તૈયાર થવાના આરે છે. આ અદભુત પ્રોજેક્ટ આસપાસનાં 20થી 60 ગામોની પીવાનાં પાણી અને સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવશે.

છોટાઉદેપુર: બોડેલીના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ અને એકમાત્ર રબ્બર ડેમ બનીને તૈયાર થવાના આરે છે. આ અદભુત પ્રોજેક્ટ આસપાસનાં 20થી 60 ગામોની પીવાનાં પાણી અને સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવશે. અંદાજે રૂ. 128 કરોડના ખર્ચે દક્ષિણ કોરિયાની ટેક્નોલોજીથી નિર્માણ પામેલા આ ડેમની લંબાઈ 220 મીટર છે અને તે 3 અલગ-અલગ સ્પાનમાં વહેંચાયેલો છે, જેમાં વપરાયેલું રબ્બર મટિરિયલ દક્ષિણ કોરિયાથી મગાવાયું છે, જે પાણીના ભારે પ્રવાહમાં પણ અડીખમ રહેશે.
ડેમમાં હવા ભરવા-કાઢવા ઓટોમેટિક સિસ્ટમ છે. માત્ર 20 મિનિટમાં તેમાં હવા ભરી શકાય છે અને 10 મિનિટમાં હવા કાઢી શકાય છે. ચોમાસા દરમિયાન નદીમાં ભારે કાંપ કે લાકડાં તણાઈને આવે ત્યારે ડેમની સુરક્ષા માટે હવા કાઢીને તેની ઊંચાઈ ઘટાડી દેવાશે, જેથી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે.

છોટાઉદેપુરમાં ગુજરાતનો એકમાત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.