જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતીક ક્રૂઝ ‘નિપ્પોન મારુ’ અલંગ પહોંચ્યું

જાપાનની મેરિટાઇમ પરંપરાના પ્રતીકસમાન પેસેન્જર ક્રૂઝ શિપ નિપ્પોન મારુ રિસાઇકલ થવા અલંગ પહોંચ્યું છે. વર્ષ-1990માં નિર્મિત લક્ઝુરિયસ શિપે પોતાની અંતિમ સફર 10 મે 2026એ પૂર્ણ કરી હતી અને નિવૃત્તિ બાદ તેને અલંગ રવાના કરાયું હતું. અલંગમાં આ જહાજની બીચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ વર્ષ - 2026માં રિસાઇકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું ક્રૂઝ શિપ નિપ્પોન મારુ બન્યું છે.
ભાવનગરઃ જાપાનની મેરિટાઇમ પરંપરાના પ્રતીકસમાન પેસેન્જર ક્રૂઝ શિપ નિપ્પોન મારુ રિસાઇકલ થવા અલંગ પહોંચ્યું છે. વર્ષ-1990માં નિર્મિત લક્ઝુરિયસ શિપે પોતાની અંતિમ સફર 10 મે 2026એ પૂર્ણ કરી હતી અને નિવૃત્તિ બાદ તેને અલંગ રવાના કરાયું હતું. અલંગમાં આ જહાજની બીચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ વર્ષ - 2026માં રિસાઇકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું ક્રૂઝ શિપ નિપ્પોન મારુ બન્યું છે.
જાપાનની મેરિટાઇમ પરંપરાના પ્રતીકસમાન અને જાપાનના ક્રૂઝ ટૂરિઝમના વિકાસમાં 35 વર્ષ સુધી મહત્ત્વનું યોગદાન આપનાર લક્ઝુરિયસ ક્રૂઝ શિપ નિપ્પોન મારુ વર્ષ 1990માં નિર્માણ પામ્યું હતું. પોતાના 35 વર્ષના સેવાકાળમાં બે હજારથી વધુ ક્રૂઝ પુર્ણ કરી કુલ 6 લાખથી વધારે પ્રવાસીઓને સેવા આપી નિપ્પોન મારુએ દરિયામાં 53 લાખ કિ.મી.થી વધારેની સફર ખેડી છે અને વિશ્વનાં 400થી વધારે બંદરોની મુલાકાત લીધી છે. નિપ્પોન મારુએ ગત 10 મે 2026ના રોજ પોતાની અંતિમ સફર પૂર્ણ કરી હતી અને નિવૃત્તિ બાદ રિસાઇકલ થવા માટે અલંગ નીકળ્યું હતું. જે આજે અલંગ ખાતે પહોંચતાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા મંજૂરી બાદ બીચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ અલંગમાં લક્ઝુરિયઝ ક્રૂઝ શિપને રિસાઇકલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ સાથે જ નિપ્પોન મારુ વર્ષ-2026માં રિસાઇકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું ક્રૂઝ શિપ બન્યું છે.
નિપ્પોન મારુનું નામ તાજેતરમાં મેરી રાખવામાં આવ્યું છે અને મેરી નામ અને કોમરોસના ફ્લેગ હેઠળ તે અલંગમાં આવ્યું છે. અલંગમાં આવેલું આ શિપ માત્ર એક વ્યાવસાયિક નહીં પણ અલંગ અને વૈશ્વિક શિપ રિસાઇકલિંગ સેક્ટર માટે મહત્ત્વનું પણ હોવાનું અગ્રણી શિપબ્રેકર્સ માને છે.
