ટ્રમ્પ ઓળઘોળઃ મોદી મહાન નેતા, સખત વ્યક્તિત્વ

અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદી મહાન નેતા અને સખત વ્યક્તિ છે, જેઓ 12 વર્ષથી વધુ સમયથી સત્તા પર છે. ભારતે ઉત્તમ આર્થિક આંકડા જાહેર કર્યા છે. તેઓ યુદ્ધોથી દૂર રહે છે, જે સમજદારીભર્યું છે. ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે અને મોદી એક મહાન નેતા છે. સત્તા, પ્રભાવ અને નિર્ણયો અમલમાં મૂકવાની ક્ષમતાના સંદર્ભમાં વિશ્વના બે મહાન નેતાઓમાં ટ્રમ્પે નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગના નામ આપ્યાં હતાં.

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદી મહાન નેતા અને સખત વ્યક્તિ છે, જેઓ 12 વર્ષથી વધુ સમયથી સત્તા પર છે. ભારતે ઉત્તમ આર્થિક આંકડા જાહેર કર્યા છે. તેઓ યુદ્ધોથી દૂર રહે છે, જે સમજદારીભર્યું છે. ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે અને મોદી એક મહાન નેતા છે. સત્તા, પ્રભાવ અને નિર્ણયો અમલમાં મૂકવાની ક્ષમતાના સંદર્ભમાં વિશ્વના બે મહાન નેતાઓમાં ટ્રમ્પે નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગના નામ આપ્યાં હતાં.
મોદીના વ્યક્તિત્વ અંગે...
ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તમે મોદી કે જિનપિંગમાંથી કોઈ એક પર ફિલ્મ બનાવવાનું વિચારો, તો હોલીવૂડમાં પણ તેમના જેવા વ્યક્તિત્વ ધરાવતો અભિનેતા તમને નહીં મળે. મોદી એકદમ અલગ પ્રકારના નેતા છે. તેમને ખૂબ જ સન્માન મળે છે. હું અસલી મોદીને ઓળખું છું, તેઓ ‘ટફ કુકી’ છે. હું તેમને હવે પહેલાં કરતાં વધુ સારી રીતે જાણું છું.
નેતૃત્વ ક્ષમતા અંગે...
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં પહેલાં નેતાઓ વારંવાર બદલાતા રહેતા હતા, કોઈ છ મહિના તો કોઈ એક વર્ષ સુધી સત્તામાં રહેતું. પરંતુ પછી નરેન્દ્ર મોદી આવ્યાં અને તેઓ 12 વર્ષથી વધુ સમયથી મજબૂત રીતે નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ ખૂબ શાંતિપૂર્વક કામ કરે છે, જોકે તેઓ શાંત સ્વભાવના નથી. તેઓ ખૂબ જ કડક અને મજબૂત વ્યક્તિ છે.
ભારત સાથે વેપાર અંગે...
ભારત સાથેના વેપાર અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ભારત સાથે ઘણો વેપાર કરીએ છીએ. પહેલાં તેઓ અમારો ઘણો લાભ લેતા હતાં, પરંતુ હવે વેપાર વધુ સંતુલિત છે. કદાચ ભારત હવે એટલું ખુશ નથી કારણ કે પહેલાં તેમને વધુ ફાયદો થતો હતો. હું એ માટે ભારતને દોષ નથી આપતો. તમે જાણો છો, અમેરિકામાં મૂર્ખ રાજકારણીઓ હતાં, જેમણે આવું થવા દીધું હતું.

ટ્રમ્પ ઓળઘોળઃ મોદી મહાન નેતા, સખત વ્યક્તિત્વ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.