ટ્રમ્પ ગ્રૂપે શેરબજારમાં ત્રણ જ માસમાં 3643 સોદા પાડ્યા
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમના વિવાદનું કારણ તેમનું નિવેદન નહીં પરંતુ તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિ છે. અમેરિકન શેરબજારમાં તેમનું ટ્રેડિંગ કોઈ ડે ટ્રેડરને પણ શરમાવે તેવું છે. ટ્રમ્પે ફક્ત ત્રણ મહિનામાં જ 3,900થી વધુ સોદા પાડયા છે. આ મોટા પાયે કરવામાં આવેલા સોદાએ ચર્ચા છેડી દીધી છે કે વર્તમાન પ્રમુખ માટે આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી યોગ્ય છે. અલબત્ત, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરી છે કે આ રોકાણના મેનેજમેન્ટમાં ટ્રમ્પની સીધી કોઈ ભૂમિકા નથી.
વોશિંગ્ટનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમના વિવાદનું કારણ તેમનું નિવેદન નહીં પરંતુ તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિ છે. અમેરિકન શેરબજારમાં તેમનું ટ્રેડિંગ કોઈ ડે ટ્રેડરને પણ શરમાવે તેવું છે. ટ્રમ્પે ફક્ત ત્રણ મહિનામાં જ 3,900થી વધુ સોદા પાડયા છે. આ મોટા પાયે કરવામાં આવેલા સોદાએ ચર્ચા છેડી દીધી છે કે વર્તમાન પ્રમુખ માટે આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી યોગ્ય છે. અલબત્ત, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરી છે કે આ રોકાણના મેનેજમેન્ટમાં ટ્રમ્પની સીધી કોઈ ભૂમિકા નથી.
સીબીએસ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં છ જાન્યુઆરીથી 30 માર્ચ 2026ની વચ્ચે 3,642 સોદા પડ્યા. તેમાં એક હજારથી વધુ કંપનીઓ અને ફંડ સામેલ હતા. આ સંદર્ભના ખુલાસાથી ખબર પડી છે કે છે કે આ સમયગાળામાં 21.2 કરોડ ડોલરથી લઈને 69.5 કરોડ ડોલર (રૂ. 6,560 કરોડ) સુધીની લેવડદેવડ થઈ હતી. તેમાં 1,026 કંપનીઓ અને ફંડોમાં 2,346 ખરીદીના અને 1,299 વેચાણના વ્યવહાર સામેલ છે. આમ લગભગ દર 35 મિનિટે તેમની કંપનીએ એક સોદો કર્યો હતો એમ કહી શકાય.
ટ્રમ્પના આ સોદામાં રિપોર્ટ મુજબ આઇટી અને ટેક કંપનીઓની સૌથી મોટી હિસ્સેદારી રહી હતી. માઈક્રોસોફ્ટ, એમેઝોન, મેટા, નેટફિલક્સ, ઓરેકલ અને એએમડી સામેલ હતી. બધું મળીને આ શેરોની ખરીદી કમસેકમ 4.3 કરોડ ડોલર અને વેચાણ 2.4 કરોડ ડોલર રહ્યું છે.
