દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીઃ ખેડામાં 3 ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન...

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. બુધવાર અને ગુરુવારના બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો, જે અંતર્ગત રાજ્યના 76 તાલુકામાં 1 મિ.મી.થી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદઃ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. બુધવાર અને ગુરુવારના બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો, જે અંતર્ગત રાજ્યના 76 તાલુકામાં 1 મિ.મી.થી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
શુક્રવારે પણ વહેલી સવારથી જ છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા સહિતના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ગુરુવારે મોડીરાતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, આણંદ, અમરેલી, જામનગર, ભાવનગર, વલસાડ સહિતના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. વિરમગામમાં વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમા પાણી ભરાયા હતાં. તો કડીમાં માત્ર 1 ઇંચ વરસાદમાં ચારે તરફ પાણી-પાણીના દૃશ્યો સર્જાયાં હતાં.
મંગળવારે રાત સુધીના 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 22 તાલુકામાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો હતો. જેમાં સુરેન્દ્રનગરના સાયલામાં સૌથી વધુ 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. આ સાથે ગીરસોમનાથમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ડાંગમાં મંગળવારે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. તો વડોદરાના સાવલી તાલુકાના ધનતેજ-સધાપુરા વચ્ચે કરડ નદી પર બ્રિજના કામ દરમિયાન બનાવાયેલું ડાઇવર્ઝન વરસાદી પ્રવાહમાં ધોવાઈ જતાં બંને તાલુકાનો સંપર્ક તૂટી ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.