દિલજીતના લાઇવ કોન્સર્ટમાં ખાલિસ્તાની સમર્થકનો હંગામો
પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી ગયો હતો. તેને પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું.
સાન ફ્રાન્સિસ્કોઃ પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી ગયો હતો. તેને પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું. જોકે સ્થાનિક પોલીસ અને સિક્યુરિટીએ ત્વરીત પગલાં લઇને તે વ્યક્તિની અટકાયત કરી હતી. આ ઘટનાક્રમ પછી પણ દિલજીત દોસાંજે પોતાનો શો રોક્યો નહોતો. ખાલિસ્તાન સમર્થકની અટકાયત થતાં જ દિલજીતે પરફોર્મન્સ ફરી શરૂ કરી દીધું હતું. શોમાં તેઓ દર્શકોનું મનોરંજન કરીને લોકોને જોડવાનો સંદેશો આપતા રહ્યા. કહેવાય છે કે આ ઘટના તાજેતરમાં દિલજીતને સોશિયલ મીડિયા પર મળી રહેલી ધમકીઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે. શીખ્સ ફોર જસ્ટિસ જેવા કેટલાક કટ્ટરપંથી સમૂહ દિલજીતનો વિરોધ કરી રહ્યા છે. દિલજીત દોસાંજની નોર્થ અમેરિકા ઓરા વર્લ્ડ ટૂર 2026નો છેલ્લો શો 21 જૂને સાન ફ્રાન્સિસ્કોના ચેસ સેન્ટર ખાતે યોજાયો હતો જ્યાં આ ઘટના બની હતી.
