પુત્રજન્મના ભારે દબાણ હેઠળ આફ્રિકન માતાના આરોગ્યને ખતરો

પુત્રજન્મના ભારે દબાણ હેઠળ આફ્રિકન માતાના આરોગ્યને ખતરો

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને આફ્રિકાના અન્ય વિસ્તારોમાં સંખ્યાબંધ માતાઓ પુરુષ વારસદારને જન્મ આપવાના સાંસ્કૃતિક દબાણ હેઠળ એક પછી એક બાળકને જન્મ આપતી રહે છે અને પોતાના આરોગ્ય સામે જોખમ ઉભું કરે છે. વિશ્વમાં આફ્રિકામાં વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે, પરંતુ ઘણા બાળજન્મ એવી પરિસ્થિતિમાં થાય છે કે વિશ્વની અન્ય મહિલાઓ માટે તે પડકારજનક બની રહે. ઘણી આફ્રિકી જાતિઓ અને સંસ્કૃતિઓમાં માત્ર દીકરીઓ હોવી તે અપમાનજનક લેખાય છે આથી, પુરુષ વારસદારને જન્મ આપવો જરૂરી મનાય છે. પુરુષ બાળક મેળવવાની ઈચ્છામાં જ ચાર-પાંચ કે તેનાથી વધુ બાળકો થઈ જવાં સામાન્ય બને છે.

કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને આફ્રિકાના અન્ય વિસ્તારોમાં સંખ્યાબંધ માતાઓ પુરુષ વારસદારને જન્મ આપવાના સાંસ્કૃતિક દબાણ હેઠળ એક પછી એક બાળકને જન્મ આપતી રહે છે અને પોતાના આરોગ્ય સામે જોખમ ઉભું કરે છે. વિશ્વમાં આફ્રિકામાં વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે, પરંતુ ઘણા બાળજન્મ એવી પરિસ્થિતિમાં થાય છે કે વિશ્વની અન્ય મહિલાઓ માટે તે પડકારજનક બની રહે. ઘણી આફ્રિકી જાતિઓ અને સંસ્કૃતિઓમાં માત્ર દીકરીઓ હોવી તે અપમાનજનક લેખાય છે આથી, પુરુષ વારસદારને જન્મ આપવો જરૂરી મનાય છે. પુરુષ બાળક મેળવવાની ઈચ્છામાં જ ચાર-પાંચ કે તેનાથી વધુ બાળકો થઈ જવાં સામાન્ય બને છે.

આફ્રિકામાં વસ્તી સૌથી ઝડપથી વધે છે, પરંતુ માતાનો મૃત્યુદર વિશ્વમાં સૌથી વધારે 70 ટકા જેટલો રહે છે. આફ્રિકા ખંડમાં દર વર્ષે આશરે 180,000 પ્રસુતિમાં મોત નોંધાય છે. મેડિકલ વર્કર્સની અછત અને મુશ્કેલ જન્મોનો સામનો કરવામાં સ્રોતોનો અભાવ કારણભૂત રહે છે. અમેરિકા સહિત કેટલાક દાતા દેશોએ માતા અને બાળકોને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને તેવી તબીબી સહાય પાછી ખેંચી લીધી છે તેની પણ અસરો દેખાય છે.

છોકરીઓનાં લગ્ન મોટા ભાગે અલગ કબીલાઓ અથવા જાતિના પુરુષો સાથે થતાં હોવાથી વડવાઓના વારસાને આગળ ચલાવવા માટે પુત્રો જરૂરી મનાય છે. આ માન્યતા એટલે ઊંડે સુધીની છે કે વારંવારની સગર્ભાવસ્થા તેમના આરોગ્યને જોખમી હોવાં છતાં,સ્ત્રીઓ પણ તેને વાજબી ગણાવે છે. યુનાઈટેડ નેશન્સના આંકડા મુજબ વિશ્વમાં સૌથી ઊંચા ફળદ્રુપતા દરમાં એક કોંગોનો પ્રતિ મહિલા 5.9 બાળકનો છે. આ માટે વહેલાં લગ્ન, મોટા પરિવારો તેમજ ગર્ભનિરોધની અપૂરતી પહોંચ જવાબદાર છે. પુરુષ વારસદારને મહત્ત્વ અને બાળકીઓને જન્મ આપવાના દોષારોપણની સામાજિક વ્યવસ્થાના લીધે સ્ત્રીઓ અનિચ્છનીય સગર્ભાવસ્થા તરફ દોરવાય છે. ઘણી વાર પુરુષો પણ પુત્ર વારસદારને જન્મ નહિ આપનારી મહિલાને તરછોડવા અને અન્ય સ્ત્રી પાસેથી વારસદાર મેળવવાની પણ ધમકી આપે છે.

પુત્રજન્મના ભારે દબાણ હેઠળ આફ્રિકન માતાના આરોગ્યને ખતરો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.