બલુચિસ્તાનની શેરની મહરંગ બલોચને પાકિસ્તાનમાં આજીવન કેદ કરાઈ

બલુચિસ્તાનની શેરની મહરંગ બલો

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાની એન્ટિ ટેરરિસ્ટ કોર્ટે ચર્ચિત બલુચ એક્ટિવિસ્ટ મહરંગ બલોચને આજીવન કેદની સજા સંભળાવી છે. મહરંગ બલોચને બલુચિસ્તાનની શેરની તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાની એન્ટિ ટેરરિસ્ટ કોર્ટે ચર્ચિત બલુચ એક્ટિવિસ્ટ મહરંગ બલોચને આજીવન કેદની સજા સંભળાવી છે. મહરંગ બલોચને બલુચિસ્તાનની શેરની તરીકે પણ ઓળખવામાં આવે છે.
વર્ષ 2024માં ગ્વાદરમાં થયેલ એક રેલી દરમિયાન એક સિક્યોરિટી ઓફિસરનાં મોતનાં કેસમાં મહરંગ અને બલુચ યકજેહતી કમિટી (બીવાયસી)ના નેતા સિબગતુલ્લાહ શાહને સજા સંભળાવાઈ છે. આ ચુકાદો સોમવારે એન્ટિ ટેરરિઝમ કોર્ટ ક્વેટા-1ના જજ મુહમ્મદઅલી મોબિને સંભળાવ્યો હતો. આ ચુકાદો એ સમયે અપાયો જ્યારે મહરંગ બલોચ, અટકાયતમાં લેવામાં આવેલા અન્ય બીવાયસી નેતાઓ અને તેમના વકીલોએ કોર્ટની કાર્યવાહીનો બોયકોટ કર્યો હતો. હાલમાં મહરંગ બલોચ બલોચ યુનિટી કમિટીના નેતા અને ડોક્ટર છે. તેઓ વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ 2006 થી તેઓ સામાજિક કાર્યકર બની ગયાં છે.

બલુચિસ્તાનની શેરની મહરંગ બલો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.