બેડફોર્ડમાં બે ટ્રેન સામસામે ટકરાઇ, પાઇલટનું મોત, 89ને ગંભીર ઇજા

 લંડનથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સામસામે આવતી બે પેસેન્જર  ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક ટ્રેન પાઈલટનું મોત નીપજ્યું હતું જ્યારે 89 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.

લંડનઃ લંડનથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સામસામે આવતી બે પેસેન્જર  ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક ટ્રેન પાઈલટનું મોત નીપજ્યું હતું જ્યારે 89 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. 28 પ્રવાસીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં જેમાંથી 9ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાના અહેવાલ મળ્યા હતા. આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે મેજર ઇન્સિડન્ટ જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ અકસ્માત શુક્રવારે સાંજે આશરે 5:15 કલાકે બેડફોર્ડ શહેરની બહાર સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બંને ટ્રેનો લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન તરફ જઈ રહી હતી. ઇસ્ટ મિડલેન્ડ્સ રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર કોર્બીથી સેન્ટ પેનક્રાસ જતી સાંજે 4:40 વાગ્યાની ટ્રેન અને નોટિંગહામથી નીકળેલી બપોરે 3:50 વાગ્યાની ટ્રેન વચ્ચે આ ભયાનક ટક્કર થઈ હતી. આ ઘટનાના પગલે શુક્રવારની તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી.

કિંગ ચાર્લ્સે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કિંગ ચાર્લ્સ તૃતીયને આ ઘટના અંગે સતત માહિતગાર રાખવામાં આવી રહ્યા છે અને તેઓ આ કરૂણાંતિકાથી અત્યંત વ્યથિત છે. કિંગ ચાર્લ્સે દિવંગત ડ્રાઈવરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.

બેડફોર્ડમાં બે ટ્રેન સામસામે ટકરાઇ, પાઇલટનું મોત, 89ને ગંભીર ઇજા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.