બ્રિટનમાં જીવનરક્ષક દવાઓની ભારે અછત સર્જાઇ હોવાની ચેતવણી

બ્રિટનમાં જીવનરક્ષક દવાઓની ભારે અછત વચ્ચે એક અગ્રણી ફાર્માસિસ્ટ દ્વારા દેશના લાખો દર્દીઓ માટે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરમાં બે ફાર્મસી ચલાવતા મો અલ્મોબારકીના જણાવ્યા અનુસાર હાલમાં બ્રિટનમાં એસ્પિરિન, હૃદયની બિમારીઓ અને બ્લડ પ્રેશર જેવી અત્યંત પ્રાથમિક અને રોજિંદી દવાઓ મેળવવી પણ ભારે પડકારજનક બની ગઈ છે.

લંડનઃ બ્રિટનમાં જીવનરક્ષક દવાઓની ભારે અછત વચ્ચે એક અગ્રણી ફાર્માસિસ્ટ દ્વારા દેશના લાખો દર્દીઓ માટે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરમાં બે ફાર્મસી ચલાવતા મો અલ્મોબારકીના જણાવ્યા અનુસાર હાલમાં બ્રિટનમાં એસ્પિરિન, હૃદયની બિમારીઓ અને બ્લડ પ્રેશર જેવી અત્યંત પ્રાથમિક અને રોજિંદી દવાઓ મેળવવી પણ ભારે પડકારજનક બની ગઈ છે.

તેમણે ચેતવણી આપી છે કે બ્રિટન હાલમાં તેના ઇતિહાસની સૌથી ગંભીર દવાની તંગીનો સામનો કરી રહ્યું છે. આ કટોકટીને કારણે રોજિંદી દવાઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને હૃદયના ધબકારા નિયંત્રિત કરતી બીટા બ્લોકર્સ, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને સ્વાદુપિંડની બિમારીમાં વપરાતી ક્રેઓન જેવી દવાઓનો પુરવઠો બજારમાંથી લગભગ ગાયબ થઈ ગયો છે.

નેશનલ ફાર્મસી એસોસિએશનના અધ્યક્ષ ઓલિવિયા પિકાર્ડે પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું છે કે યુકે હાલમાં જે દવાની અછતનો સામનો કરી રહ્યું છે તે અત્યાર સુધીની સૌથી ગંભીર કટોકટી છે. બ્રિટનમાં અંદાજે 50 લાખથી વધુ લોકો નિયમિતપણે સ્ટેટિન્સ દવાઓ લે છે. ફાર્માસિસ્ટના જણાવ્યા અનુસાર, આ તંગીને કારણે દર્દીઓએ દવાઓ શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડે છે અથવા તો દવા વિના જ રહેવાનો વારો આવે છે, જે તેમની તબિયત માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

બ્રિટનમાં જીવનરક્ષક દવાઓની ભારે અછત સર્જાઇ હોવાની ચેતવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.