ભારતથી અમેરિકા... સ્માર્ટફોન નિકાસમાં 47 ટકાનો વધારો

ભારતથી અમેરિકા... સ્માર્ટફોન ન

એપ્રિલ 2026માં ભારતથી અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે 47.24 ટકા વધીને 2.43 બિલિયન ડોલરથી વધુ થઈ છે. આ વૃદ્ધિમાં એપલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, આ વધારો એવા સમયે થયો છે જ્યારે ભારતનો ચીન પર 10 ટકા આયાત ડયુટી લાભ સમાપ્ત થઈ ગયો છે. 

અમદાવાદ: એપ્રિલ 2026માં ભારતથી અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે 47.24 ટકા વધીને 2.43 બિલિયન ડોલરથી વધુ થઈ છે. આ વૃદ્ધિમાં એપલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, આ વધારો એવા સમયે થયો છે જ્યારે ભારતનો ચીન પર 10 ટકા આયાત ડયુટી લાભ સમાપ્ત થઈ ગયો છે. એક વર્ષ અગાઉ, એપ્રિલ 2025માં ભારતે અમેરિકાને 1.65 બિલિયન ડોલરના સ્માર્ટફોન નિકાસ કર્યા હતા.
એપ્રિલ 2026માં અમેરિકામાં ભારતની કુલ 8.47 બિલિયન ડોલરની નિકાસમાં સ્માર્ટફોનનો હિસ્સો 29 ટકા હતો, જે આ શ્રેણીના વધતા મહત્વને દર્શાવે છે. દરમિયાન, એપ્રિલમાં અમેરિકાની કુલ સ્માર્ટફોન આયાતમાં ભારતનો હિસ્સો 70 ટકા હતો. ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિમાં, ભારત કરતાં ચીનમાં સ્માર્ટફોન ઉત્પાદન સસ્તું છે. આમ છતાં ભારતે નિકાસમાં વૃદ્ધિ હાંસલ કરી છે.

ભારતથી અમેરિકા... સ્માર્ટફોન ન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.