ભારતમાં સંરક્ષણ ઉત્પાદન રૂ. 1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે

સંરક્ષણ ક્ષેત્રે ભારતે નવો ઇતિહાસ રચી દીધો છે. વીતેલા નાણાકીય વર્ષ (2025-26)માં દેશનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
નવી દિલ્હી: સંરક્ષણ ક્ષેત્રે ભારતે નવો ઇતિહાસ રચી દીધો છે. વીતેલા નાણાકીય વર્ષ (2025-26)માં દેશનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પૂર્વેના વર્ષ 2024-25 સાથે સરખામણી કરીએ તો વાર્ષિક સંરક્ષણ ઉત્પાદનમાં 15.6 ટકાનો વધારો થયો છે. તે સમયે આ આંકડો 1.54 લાખ કરોડ રૂપિયા હતો. સંરક્ષણ મંત્રાલયના આંકડા મુજબ, વર્ષ 2020-21ની સરખામણીમાં તો સંરક્ષણ ઉત્પાદનમાં 110 ટકાનો ઉછાળો આવ્યો છે. તે સમયે ઉત્પાદન માત્ર 84,943 કરોડ રૂપિયા હતું. 2013-14માં સંરક્ષણ ઉત્પાદન 43,749 કરોડ રૂપિયા હતું. પાછલા કેટલાકમાં વર્ષોમાં તો સંરક્ષણ ઉત્પાદન લગભગ ચાર ગણું વધી ગયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વને આપ્યો છે.
