ભારતીય હાઈ કમિશન દ્વારા 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી

ભારતીય હાઈ કમિશન દ્વારા 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી

• યોગ ઈવેન્ટમાં ભાગ લેનારાને સંબોધતા હાઈ કમિશનર પેરીઆસામી કુમારન

ભારતીય હાઈ કમિશન દ્વારા લંડનમાં આયોજિત ખાસ ઈવેન્ટમાં 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પેરીઆસામી કુમારન ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને યુકેસ્થિત યોગાભ્યાસીઓ સાથે હોલેન્ડ પાર્ક ખાતે યોગાસનો અને શ્વાસોચ્છવાસની કસરતમાં સામેલ થયા હતા. ભારે ગરમી હોવાં છતાં, સેંકડો પાર્ટિસિપેન્ટ્સ સ્ટેજ પર યોગશિક્ષકોની રાહબરી હેઠળ યોગસત્રમાં જોડાયા હતા. ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથેના ઈવેન્ટમાં તમામ વયના લોકો માટે યોગ દ્વારા થતાં લાભોને હાઈલાઈટ કરાયા હતા.

લંડનઃ ભારતીય હાઈ કમિશન દ્વારા લંડનમાં આયોજિત ખાસ ઈવેન્ટમાં 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પેરીઆસામી કુમારન ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને યુકેસ્થિત યોગાભ્યાસીઓ સાથે હોલેન્ડ પાર્ક ખાતે યોગાસનો અને શ્વાસોચ્છવાસની કસરતમાં સામેલ થયા હતા. ભારે ગરમી હોવાં છતાં, સેંકડો પાર્ટિસિપેન્ટ્સ સ્ટેજ પર યોગશિક્ષકોની રાહબરી હેઠળ યોગસત્રમાં જોડાયા હતા. ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથેના ઈવેન્ટમાં તમામ વયના લોકો માટે યોગ દ્વારા થતાં લાભોને હાઈલાઈટ કરાયા હતા.

હાઈ કમિશનર પેરીઆસામી કુમારને જણાવ્યું હતું કે યોગની વૈશ્વિક પહોંચને વિસ્તરતી જોવાનું પ્રોત્સાહક છે. તેમણે નોંધ્યું હતું કે વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું લક્ષ્ય એક દિવસના ઈવેન્ટના બદલે તેને વિશ્વભરમાં તંદુરસ્ત જીવનશૈલીઓનો હિસ્સો બનાવવાનું છે.તેમમે ઉમેર્યું હતું કે યોગ તમામ વયના અને ક્ષમતાઓ સાથેના લોકો માટે અનુકૂળ છે, લોકોને તેમની ક્ષમતા અને અનુકૂળતા સાથે તેનો નિયમિત અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરાવા જોઈએ. કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સીના કાઉન્સિલર એરિએન અરેટીએ હોલેન્ડ પાર્ક સાથે ભારત અને યુકેના ઐતિહાસિક કનેક્શનને યાદ કરતા તેનો સંબંધ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી વ્યક્તિઓ સાથે હોવાની નોંધ લઈ આ સ્થળે ઈવેન્ટનું આયોજન કરવાનું ગૌરવ દર્શાવ્યું હતું. આ ઈવેન્ટમાં હાર્ટફૂલનેસ યુકે, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્મા કુમારીઝ, આયંગર યોગાઝ, અને SRMD યોગા સહિતની સંસ્થાઓએ યોગ અને માઈન્ડફૂલનેસના સેશન્સ રાખ્યા હતા. લંડનમાં ઈન્ડિયા હાઉસ નજીક સ્ટ્રેન્ડ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અન્ય ઉજવણી કરાઈ હતી.

ભારતીય હાઈ કમિશન દ્વારા 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.