મોદીજીનું સ્ત્રી દાક્ષિણ્ય અને પશ્ચિમી નેતાઓની લંપટતા!

મોદીજીનું સ્ત્રી દાક્ષિણ્ય અ

તાજેતરમાં જ ફ્રાન્સમાં વિશ્વના સમૃદ્ધ દેશોનું G-7 સંમેલન યોજાઈ ગયું. જેમાં ભારતના વડાપ્રધાન મોદીજી આમંત્રિત સભ્ય તરીકે ગૌરવપૂર્ણ હાજરી આપી આવ્યા. મોદીજીએ વિશ્વના પ્રમુખ નેતાઓનું તેમની સાથેના સબંધો પ્રમાણે ભેટીને કે હસ્તધુનન કરીને જ્યારે ઇટાલીના વડાંપ્રધાન મેલોનીનું સ્ત્રીદક્ષિણ્ય જળવાય તે પ્રમાણે અભિવાદન કર્યું. જયારે પશ્ચિમના નેતાઓએ પરસ્પર ફક્ત હસ્તધુનન કર્યું.

ઇટાલીના વડાંપ્રધાન મેલોનીને પશ્ચિમના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો ત્યાંની પરંપરા-પદ્ધતિ પ્રમાણે મળે તેમાં કાંઈ વાંધો ના હોઈ શકે, પરંતુ તેથી આગળ વધીને એક રાષ્ટ્રના સ્ત્રી વડાંપ્રધાનની ગરિમા ના જળવાય તે કક્ષાનું તેઓનું ઘૃણાસ્પદ વર્તન જોવા મળ્યું! જેના કારણે મેલોનીજીએ સ્વાભાવિક રીતે જ વારંવાર અસાહજિકતા અનુભવી. તેમાં પણ ફ્રાન્સના મેક્રોંના મિલનમાં બિનજરૂરી વધુ પડતી ઘનિષ્ઠતાનો પ્રયત્ન જોવા મળ્યો. આ તો કદાચ હજી ચલાવી લેવાય, પરંતુ યુક્રેનના વડા ઝેલેન્સકીની મેલોની જેવાં ગૌરવપૂર્ણ મહિલાને અધર ચુંબનની પ્રયત્નપૂર્વકની ધૃષ્ટતા જોવા મળી! જેમાં ઝેલેન્સ્કી કેટલી નિમ્ન કક્ષાના નેતા છે તે જણાઈ આવ્યું. એમાં પણ તાજેતરમાં જ ઈરાને જેઓનું મદમર્દન કર્યું છે તેવા મદોનમત્ત પ્રમુખ ટ્રમ્પનો ઇટાલીના મહિલા વડાપ્રધાન મેલોની સાથેનો ધૃણિત વ્યહવાર તો જોવા મળ્યો જ ઉપરાંત તેમનું ‘હું તો ફોટો પડાવવા નહોતો ઈચ્છતો પરંતુ મેલોનીની ઈચ્છાને કારણે તેમની સાથે ફોટો પડાવ્યો હતો’, તે પ્રકારનું નિવેદન ટ્રમ્પની આછકલાઈ અને નિમ્ન કક્ષાને વધુ ઉજાગર કરનારું હતું.
આ સમગ્ર ઘટનાક્રમમાં ભારતના વડાપ્રધાન મોદીજીનું ભારતની ઉદ્દાત સંસ્કૃતિ પ્રમાણેનું સ્ત્રીદક્ષિણ્ય ઉજાગર થયું, જયારે પશ્ચિમની સ્ત્રીઓ પ્રત્યે ઉદાર અને સ્ત્રી સ્વતંત્રતાના દેખાડા પાછળ સ્ત્રીઓ પ્રત્યેનો લંપટતાપૂર્ણ દૃષ્ટિકોણ ઉજાગર થયા વિના રહેતો નથી. જો એક રાષ્ટ્રના સ્ત્રી વડાપ્રધાન સાથે તેઓનો આવી નિમ્ન કક્ષાનો વ્યહવાર હોય તો તેમનું સામાન્ય જીવન કેવું હશે?

મોદીજીનું સ્ત્રી દાક્ષિણ્ય અ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.