યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ચોરી કરાવનાર શાહીદ અદનાનને જેલની સજા

પૈસા વસૂલીને વિદ્યાર્થીઓ વતી ગુપ્ત રીતે યુનિવર્સિટીનું હોમવર્ક અને ઓનલાઈન પરીક્ષાઓ આપનાર એમેઝોનના ડિલિવરી ડ્રાઈવર શાહીદ અદનાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

લંડનઃ પૈસા વસૂલીને વિદ્યાર્થીઓ વતી ગુપ્ત રીતે યુનિવર્સિટીનું હોમવર્ક અને ઓનલાઈન પરીક્ષાઓ આપનાર એમેઝોનના ડિલિવરી ડ્રાઈવર શાહીદ અદનાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ શૈક્ષણિક કૌભાંડ દ્વારા અદનાને 3,00,000 પાઉન્ડની ગેરકાયદેસર કમાણી કરી હતી. તેણે ખાનગી ટ્યુટર તરીકેની પોતાની ભૂમિકાનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓના યુનિવર્સિટી એકાઉન્ટ્સના લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ તે વિદ્યાર્થીઓ વતી પોતે લોગિન થઈને તેમના અસાઇનમેન્ટ્સ પૂરા કરતો અને ઓનલાઈન પરીક્ષાઓ આપતો હતો.

પોલીસના અંદાજ મુજબ આ કૌભાંડમાં વિશ્વભરની વિવિધ યુનિવર્સિટીઓના અંદાજે 124 વિદ્યાર્થીઓ સામેલ હોઈ શકે છે. શહીદ અદનાન સત્તાવાર રીતે એમેઝોન ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને સ્ટડી શાર્પ લિમિટેડ નામની કંપની દ્વારા ટ્યુશન આપતો હતો. આ સામાન્ય નોકરીઓની આડમાં તેણે શૈક્ષણિક ગેરરીતિઓ આચરીને અઢળક સંપત્તિ એકઠી કરી હતી.

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો માર્ચ 2023માં થયો હતો. તપાસ દરમિયાન મર્સીસાઇડ પોલીસે શોધી કાઢ્યું કે અદનાન વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લઈને ડિજિટલ માધ્યમથી પરીક્ષાઓ પાસ કરાવી આપતો હતો. પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે એક પરીક્ષા આપવા માટે તે વિદ્યાર્થી દીઠ 250 પાઉન્ડ વસૂલતો હતો.

યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ચોરી કરાવનાર શાહીદ અદનાનને જેલની સજા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.