રિલાયન્સ જિયોઃ આઇપીઓના નાણાંમાંથી રૂ. 27,500 કરોડની લોન ચૂકવાશે

ડ્રાફ્ટ રેડ હિયરીંગ પ્રોસ્પેક્ટ (ડીઆરએચપી) અનુસાર, આઇપીઓથી મળેલી રકમનો મોટો હિસ્સો જિયોની લોનના પ્રિ-પેમેન્ટમાં જશે. લોનની ચુકવણીમાં અંદાજે રૂ.27,500 કરોડ સુધી ખર્ચ થશે.
• પૈસાનું ક્યાં રોકાણ કરાશે? ડ્રાફ્ટ રેડ હિયરીંગ પ્રોસ્પેક્ટ (ડીઆરએચપી) અનુસાર, આઇપીઓથી મળેલી રકમનો મોટો હિસ્સો જિયોની લોનના પ્રિ-પેમેન્ટમાં જશે. લોનની ચુકવણીમાં અંદાજે રૂ.27,500 કરોડ સુધી ખર્ચ થશે.
• કમાણીનું મોડલ શું રહેશે? ડિજિટલ જાહેરાત, એઆઈ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર, સાઇબર સિક્યોરિટી અને ડિજિટલ સેવા, કરોડો ગ્રાહક, ઓટીટી, સેટ ટોપ બોક્સ અને બ્રોડબેન્ડ નેટવર્કની ઇકોસિસ્ટમ જાહેરાતના વેપારને વધારી શકે છે. ગૂગલ, મેટા જેવી કંપનીઓના દબદબાવાળા માર્કેટ પર ફોકસ છે.
• ડિજિટલ દિગ્ગજ કઈ રીતે છે? 10 લાખ રૂટ કિમી ફાઇબર નેટવર્ક, ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં 42.6 ટકા હિસ્સો. નાણાવર્ષ 2026ના નવા ગ્રાહકોમાં 67.6 ટકા એકલા જિયોના હતા. ચીનને બાકાત રાખીએ તો જિયોનું એર ફાઇબર નેટવર્ક દુનિયામાં સૌથી મોટું છે.
• જિયોમાં કઈ કઇ કંપનીનો હિસ્સો? મેટા, ગૂગલ, કેકેઆર, સિલ્વર લેક અને જનરલ એટલાંટિક કંપનીનું 20 બિલિયન ડોલરથી વધુનું રોકાણ. રિલાયન્સનો 66.43 ટકા હિસ્સો છે. 9.99 ટકા મેટાની પાસે. 52.4 કરોડથી વધુ ગ્રાહક છે.
જિયોની આગામી વ્યૂહાત્મક પ્રાથમિકતા
1) 5G અને 6G ફોકસઃ કંપની 2030 સુધીમાં તેના તમામ ગ્રાહકોને JioTrue5G નેટવર્ક પર માઈગ્રેટ કરવાનું લક્ષ્ય રાખે છે, સાથે જ વૈશ્વિક સ્તરે 6G ધોરણોના વિકાસમાં ભારતની ભૂમિકા આગળ વધારશે.
2) બ્રોડબેન્ડ વિસ્તરણ: જિયો એર ફાયબર દ્વારા હાઈ-સ્પીડ હોમ બ્રોડબેન્ડનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જેમાં દૈનિક 60,000 નવા કનેક્શન ઉમેરાઈ રહ્યા છે.
3) MSME ડિજિટલાઈઝેશન: કંપની નાના -મધ્યમ કદના વ્યવસાયોને આધુનિક કરવાનું ચાલુ રાખશે. સેટ-ટોપ બોક્સ દ્વારા અપાતી ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા ‘JioPC’ જેવા ઉત્પાદનો દ્વારા નાના અને મધ્યમ વ્યવસાયોને ડિજિટલ બનાવવામાં આવશે.
