રૂ. 1200 કરોડના ખર્ચે આકાર લઈ રહેલો ગાંધીઆશ્રમ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં

55 એકરમાં ફેલાયેલા ગાંધીઆશ્રમને રૂ. 1200 કરોડમાં તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને ઓક્ટોબર 2027 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. હાલ ગાંધીજીના સમયનાં 23 મકાનનું કામ પૂરું થઈ ચૂક્યું છે. એક્ઝિબિશન માટે જરૂરી ટેન્ડર પણ આપી દેવાયાં છે. આ બિલ્ડિંગ આગામી 3 મહિનામાં હરિયાળીથી આચ્છાદિત થઈ જશે. અહીં એક તળાવ પણ વિકસાવાયું છે, જેને વરસાદી પાણીથી ભરવાની પણ વ્યવસ્થા છે.
અમદાવાદઃ 55 એકરમાં ફેલાયેલા ગાંધીઆશ્રમને રૂ. 1200 કરોડમાં તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને ઓક્ટોબર 2027 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. હાલ ગાંધીજીના સમયનાં 23 મકાનનું કામ પૂરું થઈ ચૂક્યું છે. એક્ઝિબિશન માટે જરૂરી ટેન્ડર પણ આપી દેવાયાં છે. આ બિલ્ડિંગ આગામી 3 મહિનામાં હરિયાળીથી આચ્છાદિત થઈ જશે. અહીં એક તળાવ પણ વિકસાવાયું છે, જેને વરસાદી પાણીથી ભરવાની પણ વ્યવસ્થા છે.
અંતેવાસીઓનાં જીવન-કવનની ઝાંખી બતાવાશે
અહીં ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈ, મગનલાલ ગાંધી, ઈમામ સાહેબ, કાકાસાહેબ કાલેલકર, જમનાલાલ બજાજ, રવીન્દ્રનાથ ટાગોર તથા ગાંધીજીના જીવન પર અસર છોડનારા તત્ત્વચિંતકો લિઓ ટોલ્સટોય, હેન્રી ડેવિડ થોરો, લોકમાન્ય તિળક, ગોપાલકૃષ્ણ ગોખલે, રાજશ્રી મુનિના જીવન કવનની ઝાંખી પ્રદર્શિત કરાશે.
68 હજારથી વધુ વૃક્ષ ઉગાડાયાં
ગાર્ડનમાં રક્તચંદન અને પીળા ચંદનનાં વૃક્ષ પણ છે. 8358 ચો.મી. એટલે કે કુલ વિસ્તારના 86 ટકામાં 68 હજારથી વધુ રોપા-વૃક્ષ ઉગાડાયાં છે. જ્યારે વોક-વે 1385 ચો.મી.નો રહેશે. ગાર્ડનમાં ફુવારાની સાથે ગાંધીજીની પ્રતિમા પણ મુકાશે.
દક્ષિણ આફ્રિકાની યાદગીરી
આશ્રમમાં વિશેષ રૂપે ‘મોહન ટુ મહાત્મા' નામથી ગાર્ડન તૈયાર કરાયો છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ચળવળ શરૂ કરી હતી, જેને યાદગીરીરૂપે ટોલ્યટોય ફાર્મ અને ફિનિક્સ સેટલમેન્ટ સાથે જોડાયેલી યાદગીરી રૂપે ત્યાંનાં વૃક્ષ લવાયાં છે.
