લાંચ કેસમાં આણંદના IT અધિકારી અને વકીલની સજા કોર્ટે યથાવત્ રાખી

ઇન્કમટેક્સ વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહે 20 લાખની લાંચ માંગી હતી. 3 લાખ સેટલમેન્ટ કરાવવા જતા સીબીઆઇની ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા અને સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટરને 2 વર્ષ અને એડવોકેટને 1 વર્ષ કેદની સજા ફટકારી હતી. સજા સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી જે કોર્ટે નકારી યથાવત્ રાખી હતી.
2003માં ફરિયાદી વિરુદ્વ કરચોરીની એક અરજી આણંદના તત્કાલીન ડેપ્યુટી ડિરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ સમક્ષ પેન્ડિંગ હતી. આ કેસ રફેદફે કરવા ફરિયાદી પાસે 60 લાખની પેનલ્ટીની ધમકી આપી 20 લાખની લાંચ મંગાઇ હતી. જમાં ફરિયાદીના એડવોકેટ અર્પિત શાહે વચગાળોનો રસ્તો કાઢી લાંચની રકમ 3 લાખ નક્કી કરાવી આપી હતી. ફરિયાદીએ આ અંગે ગાંધીનગર સીબીઆઇ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવતા ઓડિયો રેકોર્ડિંગ સાથે છટકું બંનેને ઝડપી લીધા હતા

આણંદઃ ઇન્કમટેક્સ વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહે 20 લાખની લાંચ માંગી હતી. 3 લાખ સેટલમેન્ટ કરાવવા જતા સીબીઆઇની ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા અને સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટરને 2 વર્ષ અને એડવોકેટને 1 વર્ષ કેદની સજા ફટકારી હતી. સજા સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી જે કોર્ટે નકારી યથાવત્ રાખી હતી.
2003માં ફરિયાદી વિરુદ્વ કરચોરીની એક અરજી આણંદના તત્કાલીન ડેપ્યુટી ડિરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ સમક્ષ પેન્ડિંગ હતી. આ કેસ રફેદફે કરવા ફરિયાદી પાસે 60 લાખની પેનલ્ટીની ધમકી આપી 20 લાખની લાંચ મંગાઇ હતી. જમાં ફરિયાદીના એડવોકેટ અર્પિત શાહે વચગાળોનો રસ્તો કાઢી લાંચની રકમ 3 લાખ નક્કી કરાવી આપી હતી. ફરિયાદીએ આ અંગે ગાંધીનગર સીબીઆઇ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવતા ઓડિયો રેકોર્ડિંગ સાથે છટકું બંનેને ઝડપી લીધા હતા
ટેક્નિકલ ખામીઓ છતાં ગુનાઇત કાવતરું સાબિત
બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે ઘટના સમયે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફિસે હાજર નહોતા. પરંતુ અન્ય જગ્યાએ સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત હતા. સીબીઆઇએ ઓડિયો કેસેટોનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવ્યો નથી અને કલમ 65B નું સર્ટિફિકેટ પણ નથી, સામે પક્ષે સીબીઆઇના વકીલે દલીલ કરી કે માત્ર ઓડિયો કેસેટ નહીં, કોલ ડિટેઇલ રેકોર્ડ. ફિનોલ્ફથેલિથન પાવડરવાળી નોટો અને પોઝિટિવ હેન્ડ વોશ ટેસ્ટ જેવા મજબૂત મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા છે, જે ગુનાહિત કાવતરું સાબિત કરે છે.

લાંચ કેસમાં આણંદના IT અધિકારી અને વકીલની સજા કોર્ટે યથાવત્ રાખી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.