શિક્ષણકાર્ય માટે પળભરના વિલંબ વિના ખેડૂતનું 1300 ચો.મી. જમીનનું દાન

શિક્ષણકાર્ય માટે પળભરના વિલં

માળિયા (મિયાણા) તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારથી બાળકોનું શિક્ષણ ન અટકે અને માનવતાની સુવાસ ચોમેર પ્રસરે તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટઃ માળિયા (મિયાણા) તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારથી બાળકોનું શિક્ષણ ન અટકે અને માનવતાની સુવાસ ચોમેર પ્રસરે તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે.
શાળાના નવા ઓરડા બનાવવા માટે સરકારી જમીન ઉપલબ્ધ ન હોવાનાથી સર્જાયેલી સમસ્યાનું એક સ્થાનિક દાતાએ પોતાની કીમતી જમીન દાનમાં આપીને કાયમી નિવારણ લાવ્યું છે. મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની માળિયા (મિ) તાલુકાની ભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળા માટે સરકાર દ્વારા 2 નવા શૈક્ષણિક ઓરડા મંજૂર કરાયા હતા. જો કે આ રૂમોના બાંધકામ માટે શાળાની આસપાસ કોઈ સરકારી પડતર કે ખરાબાની જમીન પ્રાપ્ય ન હોવાથી ઓરડાના નિર્માણ સામે પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયું હતું.
આ કપરી પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણના હિતમાં આગળ આવીને સ્થાનિક ઉદારદિલ દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીએ મોટું મન રાખી તેમની માળિયાના સરવે નંબર 832 પૈકી 1/2 વાળી પોતાની માલિકીની જમીનથી કુલ 1300 ચોરસ મીટર જેટલી કીમતી જમીન શાળાનું નવું મકાન બનાવવા માટે સ્વૈચ્છિક રીતે દાનમાં આપી દીધી છે.

શિક્ષણકાર્ય માટે પળભરના વિલં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.