સગીરાઓ પર બળાત્કાર ગુજારી પાકિસ્તાન નાસી છૂટેલા અમર ઇલ્યાસને 27 વર્ષની કેદ

12 વર્ષ જેટલી નાની વયની અસહાય સગીરાઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ બ્રિટન છોડીને પાકિસ્તાન ભાગી ગયેલા અમર ઇલ્યાસને તેની ગેરહાજરીમાં 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષીય અમર ઇલ્યાસ કિલરના ઉપનામથી ઓળખાતો હતો.

લંડનઃ 12 વર્ષ જેટલી નાની વયની અસહાય સગીરાઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ બ્રિટન છોડીને પાકિસ્તાન ભાગી ગયેલા અમર ઇલ્યાસને તેની ગેરહાજરીમાં 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષીય અમર ઇલ્યાસ કિલરના ઉપનામથી ઓળખાતો હતો. તેણે આશરે 20 વર્ષ પહેલાં શેફિલ્ડમાં સગીરાઓ પર સિતમ ગુજાર્યો હતો. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર તેણે પીડિતાઓ પર નિયંત્રણ મેળવવા અને ધાકધમકી આપવા માટે હિંસા, હથિયાર અને સામૂહિક બળાત્કારની ધમકીઓનો ઉપયોગ કર્યો હતો. અદાલતે સંબંધિત સત્તાવાળાઓને તમામ સંભવિત માધ્યમોનો ઉપયોગ કરીને આરોપીને બ્રિટન પાછો લાવવા તાકીદ કરી છે.

આ કેસમાં અમર ઇલ્યાસની સાથે સામેલ તેના બે ભાઈઓ કમર ઇલ્યાસ અને કામરાન ઇલ્યાસને અનુક્રમે 10 અને 3 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સીના વરિષ્ઠ તપાસ અધિકારી એલન હેસ્ટિંગ્સે જણાવ્યું હતું કે, ઇલ્યાસ ભાઈઓએ  મહિલાઓ પર જે ભયાનક અત્યાચાર ગુજાર્યો હતો તેની પીડા તેઓ આજે પણ ભોગવી રહી છે.

સગીરાઓ પર બળાત્કાર ગુજારી પાકિસ્તાન નાસી છૂટેલા અમર ઇલ્યાસને 27 વર્ષની કેદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.