સેવામય જીવનઃ સામુદાયિક નેતૃત્વ, હાઉસિંગ અને મહિલા સશક્તિકરણ

સેવામય જીવનઃ સામુદાયિક નેતૃત્વ, હાઉસિંગ અને મહિલા સશક્તિકરણ

મારાં સમગ્ર પ્રોફેશનલ અને જાહેર જીવન દરમિયાન, કોમ્યુનિટીની સેવા નિશ્ચિત વિષય રહ્યો છે. હેરોમાં કાઉન્સિલર તરીકે ચાર ટર્મની સેવા આપવાનું ગૌરવ તથા ચાર વર્ષ સુધી હાઉસિંગ પોર્ટફોલીઓ સંભાળવા સાથે મને હંમેશાં લોકોના જીવનમાં તફાવત સર્જવાની ઈચ્છા થકી માર્ગદર્શન મળતું રહ્યું છે.

મારાં સમગ્ર પ્રોફેશનલ અને જાહેર જીવન દરમિયાન, કોમ્યુનિટીની સેવા નિશ્ચિત વિષય રહ્યો છે. હેરોમાં કાઉન્સિલર તરીકે ચાર ટર્મની સેવા આપવાનું ગૌરવ તથા ચાર વર્ષ સુધી હાઉસિંગ પોર્ટફોલીઓ સંભાળવા સાથે મને હંમેશાં લોકોના જીવનમાં તફાવત સર્જવાની ઈચ્છા થકી માર્ગદર્શન મળતું રહ્યું છે.

મજબૂત કોમ્યુનિટીઓનો પાયો સમાવેશીતા, તક અને પાર્ટનરશીપ થકી બંધાતો હોવાની માન્યતા સાથે જાહેર જીવનની મારી યાત્રાનું ઘડતર થયું છે. કાઉન્સિલર તરીકેની કામગીરીના વર્ષો દરમિયાન, મેં તમામ પશ્ચાદભૂના લોકો માટે તકોના સર્જન અને પડકારોના નિરાકરણ માટે રહેવાસીઓ, કોમ્યુનિટી સંસ્થાઓ અને સ્થાનિક બિઝનેસીસ સાથે નિકટતાથી કામ કર્યું છે.

મારાં સામુદાયિક કાર્યમાં સૌથી મહાન ગૌરવોમાં એક હિન્દુ ફોરમના સર્જન અને વિકાસ સાથે સંકળાયેલા એમ્બેસેડર હોવાનું રહ્યું છે. ફોરમે હિન્દુ સંસ્થાઓ/સંગઠનોને એકસાથે લાવવામાં, સમજને આગળ વધારવામાં, નાગરિક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં અને હિન્દુ સમુદાયનો અવાજ સંભળાય અને પ્રતિનિધિત્વ મળે તેની ચોકસાઈ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ યાત્રાનો હિસ્સો બની રહેવા સાથે સમુદાયના સહકાર અને સાંસ્કૃતિક મેલજોલની શક્તિમાં મારી માન્યતા મજબૂત બની હતી.

હાઉસિંગ પોર્ટફોલીઓ હોલ્ડર હોવા તરીકે મારી જવાબદારી સ્થાનિક સરકાર દ્વારા પૂરી પડાતી સૌથી મહત્ત્વની સેવાઓમાં એક પર દેખરેખ રાખવાની હતી. સલામત, સુરક્ષિત અને પોસાય તેવાં હાઉસિંગની સુવિધા મેળવવી કલ્યાણ-સ્વાસ્થ્ય માટે મૂળભૂત ગણાય છે અને મેં નિવાસીઓ માટેની સેવા સુધારવા અને સ્થાનિક પરિવારોને હાઉસિંગ સોલ્યુશન્સ પૂરાં પાડવાને સપોર્ટ આપવા ઓફિસરો અને પાર્ટનર્સ સાથે નિકટતાથી કામગીરી બજાવી હતી.

જાહેર સેવાની સાથોસાથ હું આઉટસોર્સ્ડ હ્યુમન રિસોર્સીસ કંપનીની સ્થાપક અને ડાયરેક્ટર પણ છું. આ બિઝનેસ થકી હું લોકોને રોજગારીમાં અને ખાસ કરીને કારકિર્દીમાં વિરામ પછી કામ પર પાછી ફરતી મહિલાઓને સપોર્ટ આપવામાં જોશ ધરાવું છું. ઘણી પ્રતિભાશાળી સ્ત્રીઓને સારસંભાળની જવાબદારીઓ અથવા રોજગારીમાંથી થોડો સમય દૂર રહેવાથી આત્મવિશ્વાસના અભાવના પરિણામે વર્કપ્લેસમાં પાછાં ફરતાં પડકારોનો સામનો કરવો પડે છે. માર્ગદર્શન, મેન્ટરિંગ અને ફ્લેક્સિબલ કામની તકો પૂરી પાડીને ઘણી સ્ત્રીઓને તેમની કારકિર્દીના પુનઃનિર્માણ, નવાં કૌશલ્યો પ્રાપ્ત કરવા અને નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવામાં મદદ કર્યાનો મને ગર્વ થાય છે.

મારી સમગ્ર કારકિર્દી, ભલે તે બિઝનેસમાં, સ્થાનિક ગવર્મેન્ટ અથવા કોમ્યુનિટી સંસ્થાઓમાં હોય, મારું ફોક્સ હંમેશાં એક જ રહ્યું છેઃ તકો સર્જવી, લોકોને સપોર્ટ કરવો અને મને ભરપૂર આપ્યું છે તે કોમ્યુનિટીનું ઋણ ઉતારવું.

આજે હેરોના ડેપ્યુટી મેયર તરીકે મને મને આપણા રહેવાસીઓના સમર્પણ, ધીરજ અને વૈવિધ્યતા થકી સતત પ્રેરણા મળતી રહે છે. હેરો એવું બરો છે, જેનું નિર્માણ મજબૂત મૂલ્યો, કોમ્યુનિટીની ભાવના અને મહેચ્છાઓના પાયા પર થયું છે, અને હું આપણી કોમ્યુનિટીની પ્રામાણિકતા, સહાનુભૂતિ અને ઉદ્દેશ સાથે સેવા કરવાં માટે પ્રતિબદ્ધ છું.

ભૂતકાળ પર નજર કરતાં હું આ યાત્રામાં સપોર્ટ કરનારા રહેવાસીઓ, સાથીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને પરિવારના સભ્યોએ મારામાં મૂકેલાં વિશ્વાસ બદલ ખૂબ આભારી છું. બરોને યોગદાન આપતાં રહેવામાં અને ભાવિ પેઢીઓને વિકાસમાં મદદ કરતાં રહેવામાં હું સદા તત્પર છું.

સેવામય જીવનઃ સામુદાયિક નેતૃત્વ, હાઉસિંગ અને મહિલા સશક્તિકરણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.