સ્ટાર્મરના રાજીનામા બાદ ‘કૌન બનેગા પ્રાઇમ મિનિસ્ટર’?

સ્ટાર્મરના રાજીનામા બાદ ‘કૌન બનેગા પ્રાઇમ મિનિસ્ટર’?

વડાપ્રધાનપદેથી સર કેર સ્ટાર્મરની વડાપ્રધાનપદેથી રાજીનામાની ઘોષણા બાદ દેશના નવા વડાપ્રધાનની પસંદગી માટે લેબર પાર્ટીમાં નેતૃત્વની રેસ શરૂ થઇ ગઇ છે. નવા નેતાની વરણી ન થાય ત્યાં સુધી સ્ટાર્મર વચગાળાના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે.

લંડનઃ વડાપ્રધાનપદેથી સર કેર સ્ટાર્મરની વડાપ્રધાનપદેથી રાજીનામાની ઘોષણા બાદ દેશના નવા વડાપ્રધાનની પસંદગી માટે લેબર પાર્ટીમાં નેતૃત્વની રેસ શરૂ થઇ ગઇ છે. નવા નેતાની વરણી ન થાય ત્યાં સુધી સ્ટાર્મર વચગાળાના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. આ દરમિયાન વેસ્ટમિન્સ્ટરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને સંભવિત ઉમેદવારોએ ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ લેબર પાર્ટીના સાંસદોનું સમર્થન મેળવવા સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર અને તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા એન્ડી બર્નહામનું નામ સ્ટાર્મરના ઉત્તરાધિકારી તરીકે સૌથી વધુ ચર્ચામાં છે. પક્ષના સાંસદો જ્યારે સંભવિત નામો પર મંથન કરી રહ્યા છે અને બર્નહામન એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા બર્નહામ પોતાની મજબૂત પ્રાદેશિક પકડ અને વહીવટી અનુભવ માટે જાણીતા છે. જો કે, તેમણે આ રેસમાં જીતવા માટે પાર્ટીના 20 ટકા સાંસદનું સમર્થન હાંસલ કરવું પડશે.

લેબર પાર્ટીના નેતાપદની રેસમાં બર્નહામ ઉપરાંત હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ, એન્જેલા રેયનર, ફોરેન સેક્રેટરી ય્વેટ કૂપર અને હોમ સેક્રેટરી શબાના માહમૂદ પણ સામેલ છે. સ્ટ્રીટિંગને પાર્ટીના સુધારા સમર્થક સાંસદોનું પીઠબળ છે તો રેયનર ટ્રેડ યુનિયનોનું વ્યાપક સમર્થન ધરાવે છે. કૂપર બહોળો અનુભવ ધરાવતા વરિષ્ઠ કેબિનેટ મિનિસ્ટર છે. શબાના માહમૂદ લેબર પાર્ટીના જમણેરી સાંસદોમાં સારી વગ ધરાવે છે અને તેમને સંભવિત નેતા તરીકે જોવામાં આવે છે.

કેવી રીતે યોજાય છે લેબર નેતાની ચૂંટણી

બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સથી આ પ્રક્રિયાની શરૂઆત થાય છે. ચૂંટણીની રેસમાં સામેલ થવા માટે કોઈપણ ઉમેદવારે લેબર પાર્ટીના ઓછામાં ઓછા 20 ટકા સાંસદોનું સમર્થન મેળવવું અનિવાર્ય છે. આ પ્રારંભિક તબક્કો જ નક્કી કરે છે કે બેલેટ પેપર પર કોનું નામ રહેશે. નોમિનેશન પ્રોસેસ પૂરી થયા બાદ લેબર નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી ચૂંટણીનું સમયપત્રક અને નિયમો જાહેર કરે છે. ત્યારબાદ પક્ષના સાંસદો વચ્ચે તબક્કાવાર મતદાન યોજીને ઉમેદવારોની સંખ્યા ઘટાડવામાં આવે છે. આખરી તબક્કામાં પક્ષના સભ્યો અને ટ્રેડ યુનિયનો સહિતના સંલગ્ન સંગઠનો મતદાન દ્વારા નવા નેતાની પસંદગી કરે છે. સાંસદો અને પક્ષના પાયાના સભ્યો વચ્ચે વહેંચાયેલી આ પ્રક્રિયા સામાન્ય રીતે થોડા અઠવાડિયા સુધી ચાલે છે.

10 વર્ષમાં 6 વડાપ્રધાને વિદાય લીધી

ડેવિડ કેમેરન – 2010થી 2016

થેરેસા મે – 2016થી 2019

બોરિસ જોન્સન – 2019થી 2022

લિઝ ટ્રસ – ફક્ત 45 દિવસ (2022)

રિશી સુનાક – 2022થી 2024 (ચૂંટણીમાં પરાજિત)

કેર સ્ટાર્મર – 2024થી 2026

સ્ટાર્મરના રાજીનામા બાદ ‘કૌન બનેગા પ્રાઇમ મિનિસ્ટર’?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.