સ્મૃતિ મંધાનાઃ ‘ટાઇમ’ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં એકમાત્ર ભારતીય
ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. યાદીમાં સ્મૃતિ 41મા ક્રમે જોવા મળે છે. મેગેઝિને ખેલ હસ્તીઓની યાદીને ચાર કેટેગરીમાં વહેંચી છે જેમાં આઈકન્સ, ટાઈટન્સ, ઈનોવેટર્સ અને લીડર્સ સામેલ છે. સ્મૃતિનું નામ ‘ટાઈટન્સ’ યાદીમાં સામેલ કરાયું છે.
ન્યૂયોર્કઃ ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. યાદીમાં સ્મૃતિ 41મા ક્રમે જોવા મળે છે. મેગેઝિને ખેલ હસ્તીઓની યાદીને ચાર કેટેગરીમાં વહેંચી છે જેમાં આઈકન્સ, ટાઈટન્સ, ઈનોવેટર્સ અને લીડર્સ સામેલ છે. સ્મૃતિનું નામ ‘ટાઈટન્સ’ યાદીમાં સામેલ કરાયું છે.
વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનની આ યાદી તેવા ખેલાડીઓ, કોચ, ડાયરેક્ટર્સ અને ખેલજગત સાથે જોડાયેલી એવી પ્રભાવશાળી હસ્તીઓને સન્માનિત કરે છે, જે વર્તમાન સમયમાં રમતની દિશા નક્કી કરે છે. આ વખતની યાદીમાં અમેરિકન બાસ્કેટબોલ દિગ્ગજ લેબ્રોન જેમ્સ, ફુટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ, ગોલ્ફર રોરી મેકલરોય અને ‘ફિફા’ પ્રમુખ જિયાની ઈન્ફેન્ટિનો જેવા દિગ્ગજ નામ પણ સામેલ છે.
વિક્રમોની હારમાળા
‘ટાઇમ’એ પોતાની પ્રોફાઇલમાં સ્મૃતિ મંધાનાની સિદ્ધિઓનો ખાસ ઉલ્લેખ કર્યો છે. મેગેઝિને લખ્યું છે કે મુંબઇમાં જન્મેલી આ ડાબોડી ઓપનિંગ બેટર ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ ખેલાડીઓ પૈકીની એક છે અને તેના નામે સતત રેકોર્ડ જોડાઇ રહ્યા છે. સ્મૃતિ ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે. આ ઉપરાંત તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન-ડે અને ટી-20માં પણ સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે. મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે સંયુક્ત રીતે સૌથી વધારે 17 સદી નોંધાયેલી છે.
