હસાયરો
પત્નીઃ સાંભળો તમે રોજ આંબળા અને કારેલાનો રસ પીવો. એનાથી લોહી શુદ્ધ થાય!
પતિઃ જેવું છે એવું પી લે ને... તારે તો એમાંય નખરા... હવે શુદ્ધ લોહી પીવું છે.
•••
પત્નીઃ સાંભળો તમે રોજ આંબળા અને કારેલાનો રસ પીવો. એનાથી લોહી શુદ્ધ થાય!
પતિઃ જેવું છે એવું પી લે ને... તારે તો એમાંય નખરા... હવે શુદ્ધ લોહી પીવું છે.
•••
સ્ત્રી હંમેશાં પતિને પોતાના બાળકો કરતાં વધુ પ્રેમ કરતી હોય છે.
સાબિતીરૂપે ઉદાહરણઃ એક સ્ત્રી તેના એકના એક બાળકને પાડોશણ પાસે આખો દિવસ એકલું મૂકીને જશે... પણ પતિને મૂકીને ક્યારેય નહીં જાય.
•••
ટ્રાફિક પોલીસઃ આ ગાડી પેટ્રોલ પર છે?
ભૂરોઃ ના!
ટ્રાફિક પોલીસઃ તો ડીઝલ પર છે?
ભૂરોઃ ના!
ટ્રાફિક પોલીસઃ તો ગેસ પર?
ભૂરોઃ ના!
ટ્રાફિક પોલીસઃ તો?!
ભૂરોઃ સાહેબ હપ્તા પર છે!
•••
યુવતીના પિતા (છોકરાને): મહિને કેટલા રૂપિયા કમાઈ લે છે?
યુવકઃ જી... 20,000 રૂપિયા.
પિતાઃ શરમ નથી આવતી? મહિને 15,000 તો હું મારી દીકરીને હાથખર્ચીના આપું છું.
યુવકઃ હા, એના અને મારા ભેગા કરીને જ 20,000 કહ્યા.
•••
એક બાળક પડોશમાં જ રહેતા આન્ટીને ત્યાં ગયો...
બાળક: કાકી, મમ્મીએ કહ્યું છે એક વાટકી ખાંડ આપો ને!
આન્ટીઃ હા, બેટા... અને મમ્મીએ બીજું કંઈ કહ્યું છે?
બાળકઃ હા, મમ્મીએ કીધું છે એ ચિબાવલી ન આપે તો સામેવાળા પાસેથી લેતો આવજે.
•••
સાડીની દુકાનમાં મહિલાઓ ફક્ત બે જ વાક્યો બોલતી સંભળાય...
1) આ ડીઝાઈનમાં બીજો કલર હોય તો બતાવો.
2) આ કલરમાં બીજી ડીઝાઈન હોય તો બતાવો.
•••
છોકરીઃ મારી મમ્મીને તું કાલે મળ્યો, અને એને તું ખૂબ પસંદ આવ્યો.
છોકરો (શરમાતા)ઃ ભલે, પણ હું લગ્ન તો તારી સાથે જ કરીશ હોં!
•••
‘હેમલતાબેન તમે એસી ખરીદ્યું છે કે શું?’
‘ના... કેમ એવું લાગ્યું તમને ?’
‘આ જ મારા ભાઈ ઘરે આવ્યા ત્યારે વારે વારે એમ કહેતા’તા કે, એસી વગર ઊંઘ નથી આવતી!
‘અરે, એ તો, અમારી કરિયાણાની દુકાને તમારા 80 રૂપિયા બાકી છે એટલે તમને વારે વારે યાદ કરાવે છે. આપી દો એટલે એમને ઊંઘ આવી જશે!'
•••
પત્નીઃ લગ્ન એટલે શું?
પતિઃ વસવસો. થઈ ગયા પછી જ સારું મોડેલ ધ્યાને પડે.
