હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર

હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર

બ્રિટિશ સરકારે હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર કરી આ પ્રોજેક્ટને દેશના આર્થિક વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાન્ડરે હીથ્રો એક્સપાનશન નેશનલ પોલિસી સ્ટેટમેન્ટ અંતર્ગત 10 સપ્તાહની પબ્લિક કન્સલ્ટેશન પ્રક્રિયાની શરૂઆત કરી છે.

લંડનઃ બ્રિટિશ સરકારે હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર કરી આ પ્રોજેક્ટને દેશના આર્થિક વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાન્ડરે હીથ્રો એક્સપાનશન નેશનલ પોલિસી સ્ટેટમેન્ટ અંતર્ગત 10 સપ્તાહની પબ્લિક કન્સલ્ટેશન પ્રક્રિયાની શરૂઆત કરી છે. આ પ્રક્રિયા દરમિયાન પ્રોજેક્ટને લીલી ઝંડી આપવા માટેની જરૂરી શરતોની આખરી સમીક્ષા કરવામાં આવશે.

એરપોર્ટના વિસ્તરણ માટે સરકાર સમક્ષ બે અલગ-અલગ યોજનાઓ રજૂ કરવામાં આવી છે જે અંતર્ગત વર્તમાન માલિક હીથ્રો એરપોર્ટ લિમિટેડ 3500 મીટર લાંબો પૂર્ણ-કદનો રનવે બનાવવા ઈચ્છે છે. આ યોજના હેઠળ વ્યસ્ત M25 મોટરવેના એક હિસ્સાને ડાયવર્ટ કરવો પડશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 33 બિલિયન પાઉન્ડ છે. બીજીતરફ જાણીતા હોટેલ ઉદ્યોગપતિ સુરિન્દર અરોરાની કંપનીએ 2800 મીટર લાંબો રનવે બનાવવાની દરખાસ્ત આપી છે જે અંતર્ગત M25 મોટરવેને ખસેડવાની જરૂર નહીં પડે.

જો કે, પર્યાવરણવાદીઓ તરફથી આ યોજનાનો તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. તેમનો આરોપ છે કે, સરકાર ભ્રમમાં જીવી રહી છે. અવાજ અને હવાનું પ્રદૂષણ વધાર્યા વિના કે પર્યાવરણીય લક્ષ્યોને નુકસાન પહોંચાડ્યા વિના નવો રનવે બનાવવો અશક્ય છે.

હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.