‘મિફ’માં મનીષા મકવાણની શોર્ટ ફિલ્મનું એશિયન પ્રિમિયર

‘મિફ’માં મનીષા મકવાણની શોર્ટ

હીટ ફિલ્મ ‘શ્રી’ અને ‘ધ ફેમિલી મેન’ સફળ જેવી સિરિઝ સાથે સંકળાયેલાં ફિલ્મમેકર મનીષા મકવાણાની શોર્ટ ફિલ્મ ‘ગુદગુદી’નું એશિયન પ્રિમિયર 19મા ‘મિફ’ (મુંબઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ)માં યોજાયું હતું. આ પ્રસંગે મનીષાએ દિગ્દર્શક તરીકે પોતાની 21 મિનિટની પહેલી હિન્દી શોર્ટ ફિલ્મ બનાવવાના અનુભવ વર્ણવ્યા હતા.

અમદાવાદના કાંકરિયાની બાલવાટિકામાં શૂટ કરાયેલી આ ફિલ્મમાં રીતુ નામની એક મધ્યમ વર્ગની યુવતીના આંતરસંઘર્ષની વાત રજૂ કરાઇ છે. માસ્ક પહેરીને મનોરંજન કરતી રીતુને જ્યારે આરવ પાત્રને બદલે એક માણસ તરીકે જુએ છે ત્યારે રીતુને પોતાની આગવી ઓળખ થાય છે તે શોર્ટ ફિલ્મનું હાર્દ છે. મનીષાએ ‘ગુદગુદી’ નામ વિશે ફોડ પાડતા જણાવ્યું હતું કે ‘આરવ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે કહે છે કે તે દિલમાં ગુદગુદી અનુભવે છે. દર્શકોને આવી ગુદગુદી થાય તો મને ફિલ્મ બનાવ્યાનો સંતોષ થશે.’
‘ગુદગુદી’ને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં સકારાત્મક પ્રતિભાવો મળી રહ્યા છે. ‘મિફ’માં તેના સ્ક્રીનિંગ ઉપરાંત, આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના શોર્ટ ફિલ્મ કોર્નર ખાતે પણ પ્રદર્શિત થઇ ચૂકી છે. ફિલ્મના એશિયન પ્રિમિયર પ્રસંગે એનએફડીસી દ્વારા ફિલ્મના કલાકારો તથા નિર્માતા હર્ષ પટેલનું સન્માન કરાયું હતું. હર્ષ પટેલે ફિલ્મને વિવિધ ફિલ્મોત્સવમાં રજૂ કરવાની તૈયારી ચાલુ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે અન્ય શોર્ટ ફિલ્મ નિર્માતાઓ સાથે મળીને આ ફિલ્મને થિયેટરમાં રજૂ કરવાની દિશામાં પણ તેઓ કામ કરી રહ્યા છે.

‘મિફ’માં મનીષા મકવાણની શોર્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.