ગાંધીપ્રતિમાના અનાવરણનો આનંદઃ કિથ વાઝ 10/03/2015 7:13 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનની પાર્લામેન્ટમાં એશિયન મૂળના દીર્ઘકાલીન સંસદસભ્ય કિથ વાઝે ૧૪ માર્ચે પાર્લામેન્ટ સ્કવેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણના આયોજનને બિરદાવતી અર્લી ડે મોશન હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરી હતી.
એશિયન તરુણીને લોહીભીની હાલતમાં છોડી દેવાઈ 10/03/2015 7:16 am Achyut Sanghavi લંડનઃ વેસ્ટ યોર્કશાયરના લીડ્સમાં ૧૮ વર્ષીય એશિયન તરુણી પર બળાત્કારની ઘટનાને પોલીસ હવે હત્યાના પ્રયાસ તરીકે ગણવા લાગી છે. આ તરુણી પર બળાત્કાર પછી તેને ગંભીર ઈજા સાથે લગભગ મૃત અને લોહીભીની હાલતમાં બસસ્ટોપ પાસે છોડી દેવાઈ હતી. શુક્રવારે રાત્રે આ યુવતી પર હુમલો કરનાર પણ એશિયન પુરુષ હોવાનું મનાય છે.
લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે 10/03/2015 8:30 am Kamal Rao આ ખૂબ જ જૂની કહેવત આજના જમાનામાં પણ એટલી જ સચોટ છે. અભણ કે ઓછું ભણેલા લોભીયાની શ્રેણીમાં હોય તે તો સમજી શકાય, પણ ભણેલા-ગણેલા, ઈંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકામાં રહેતા લોકો ધૂતારાની ચુંગાલમાં ફસાય તે કાંઈ ઓછી નવાઈની વાત નથી.