Advanced search


લંડનઃ સ્થાનિક કાઉન્સિલો કેર હોમ્સની ફી ચૂકવી નહિ શકતાં વૃદ્ધ લોકો પાસેથી દર સપ્તાહે ૧૦૦થી વધુ મિલકતો જપ્ત કરી લે છે. સ્થાનિક સત્તાવાળાઓ સારસંભાળનાં ખર્ચની ચૂકવણી કરવા ઈનકાર કરતા હોવાથી પરિવારજનોને તેમની મિલકતો આપી દેવાની ફરજ પડે છે. દર વર્ષે આશરે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકો આ રીતે પોતાની મિલકતો ગુમાવી
રહ્યા છે.

Mahinda Rajapaksa

Colombo: Diplomat Erik Solheim has rejected Sri Lankan president Mahinda Rajapaksa's allegation that Norway and he in particular were "funding" the Liberation Tigers of Tamil Eelam. Solheim, who was Norway's key facilitator in the Colombo-Tamil rebels peace process and is a former minister of international development, has said that Norway "financed neither the LTTE in general nor its military operations" in particular. He added that Rajapaksa himself was fully aware of Norway's entire engagement with the Tamil rebels, and had even requested him to communicate with the Tigers.

RPBD અધિવેશન હાઉસફુલ

લંડનઃ આવતા સપ્તાહે ૧૬થી ૧૮ ઓક્ટોબર દરમિયાન રાજધાની લંડનમાં આયોજિત ત્રિદિવસીય રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસ (RPBD) અધિવેશનની તમામ ટિકિટ્સ વેચાઈ ગઈ છે. ભારતના વિકાસમાં દરિયાપારના ભારતીય સમુદાયના પ્રદાનને નજરમાં રાખીને ૨૦૦૩થી દર વર્ષે નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઊજવાય છે. આવતા વર્ષે તે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઊજવાશે. ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ મંત્રાલય દ્વારા વિદેશમાં યોજાતું અધિવેશન માત્ર ભારતીય સમુદાય માટે નહિ, પરંતુ યુકે અને યુરોપ સાથે ભારતના વધતાં સંબંધોમાં સામેલ થવા રસ ધરાવતી તમામ વ્યક્તિઓ માટે છે. અધિવેશનમાં એકાદ હજારથી વધુ ડેલિગેટ્સ આવવાની ધારણા છે.

લંડનઃ જનમતમાં સ્કોટલેન્ડને વધુ સત્તા આપવાની ખાતરી પછી વડા પ્રધાન ડેવિડ કેમરન ભવિષ્યમાં ઈંગ્લેન્ડ માટે પણ આવી સત્તા હાંસલ કરવા માગે છે. ઈંગ્લિશ હોમ રૂલની યોજના ઘડવાનું કાર્ય વિલિયમ હેગના વડપણ હેઠળની સમિતિ કરશે.

Mumbai attack victims seek $ 688 mn from Pak accused

Washington: Nine American and Israeli victims of the 2008 Mumbai attacks have demanded a compensation of $ 688 million from the Pakistan-based perpetrators of the terror assault, including JuD chief Hafiz Saeed. In a re-submission before a New York court on October 30 and 31, the nine victims of the Mumbai attacks - from the US and Israel - argued for a “trial by jury” and “default judgement” against Jamaatud-Dawa (JuD) and Lashkare-Taiba (LeT).

બ્રિટનમાં અભ્યાસ કરવા ઈચ્છતાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા સમસ્યાઓ ઉકેલવા માટે બ્રિટનના બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કિલ્સ માટે સેક્રેટરી ઓફ સ્ટેટ ડો. વિન્સ કેબલ શુક્રવાર ૧૦ ઓક્ટોબરથી બુધવાર ૧૫ ઓક્ટોબર સુધી ભારતની મુલાકાત લેશે. પોસ્ટ વર્ક સ્ટડી વિઝા યોજના બંધ કરી દેવાયા પછી ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીની સંખ્યામાં તીવ્ર ઘટાડો જણાયો છે. એક રિપોર્ટ અનુસાર ૨૦૧૦-૧૧માં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા ૧૮,૫૩૫ હતી, જે ૨૦૧૧-૧૨માં ઘટીને ૧૩,૨૫૦ અને ૨૦૧૨-૧૩માં વધુ ઘટી ૧૦,૨૩૫ થઈ હતી.

London: Transport secretary Patrick McLoughlin has urged families to do their Christmas shopping now because a shortage of lorry drivers has raised fears that there could be empty shelves in the shops. Thousands of drivers have quit over the past few months following a new European Union rule forcing them to go for expensive training. Though he did not see any problem in the next six weeks, but to be on the safe side advised the families to do their shopping now.

યુવા પેઢીને નાણાભીડ નડીઃ લગ્ન કે સંતાનો પોસાતા નથી

લંડનઃ યુવાન બ્રિટિશરોની પેઢી ભારે નાણાભીડનો અનુભવ કરી રહી છે. તેઓ નાણાકીય ચિંતાના કારણે લગ્ન અને સંતાન માટે વિચારતાં ખચકાય છે. તેઓ જીવનની આ મહત્ત્વની ઘટનાઓ આર્થિક સદ્ધરતાં હાંસલ ન થાય ત્યાં સુધી મુલત્વી રાખવા માગે છે. એક અભ્યાસ મુજબ ૨૫-૩૪ વયજૂથમાં ૧૦માંથી એક વ્યક્તિનું કહેવું છે કે તે કદી લગ્ન કરી શકશે નહિ. ૩૫-૪૪ વયજૂથમાં ૧૨માંથી એક વ્યક્તિ કહે છે કે તેમને કદી સંતાન પોસાય તેમ નથી. આ જ વયજૂથમાં ૨૫ ટકા લોકોને માલિકીનું મકાન કદી વસાવી શકે તેમ લાગતું નથી.

London: Most parents believe that leaving a child home alone under the age of 12 should be made a criminal offence. A poll found that two thirds want the government to set a legally binding minimum age limit. Most say that the current situation, in which families judge for themselves when it is safe to leave a child, is inadequate.

લંડનમાં ટીબી કેસમાં નજીવો ઘટાડો

લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ટીબી ઈન ધ યુકે વાર્ષિક રિપોર્ટ અનુસાર લંડનમાં ટીબીના કેસીસમાં થોડો ઘટાડો થયો છે.આમ છતાં, તેનું પ્રમાણ હજુ ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૨ના નોંધાયેલાં ૩,૪૦૩ ટીબી કેસીસની સરખામણીએ ૨૦૧૩માં કુલ ૨,૯૫૮કેસીસ નોંધાયા હતાં.