અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયોની વસ્તી ૨૦૫૧માં વધી ૨૫ ટકા જેટલી થશે 20/04/2015 8:49 am Achyut Sanghavi લંડનઃ યુકેમાં ૨૦૫૧ સુધીમાં વંશીય લઘુમતીની વસ્તી શ્વેત સમુદાયની સરખામણીએ ત્રણ ગણી ઝડપે વધશે અને ચાર બ્રિટિશરમાં એક વ્યક્તિ અશ્વેત અથવા વંશીય લઘુમતી વર્ગની હશે તેવી આગાહી કરાઈ છે. સૌથી વધુ ઝડપી વૃદ્ધિ પાકિસ્તાન, બાંગલાદેશ અને આફ્રિકન જૂથોની રહેશે તેમ લીડ્ઝ યુનિવર્સિટીના સર્વેના તારણો જણાવે છે. દેશની વસ્તી ૨૦૧૧માં ૬૩.૪ મિલિયન હતી, જે ૨૦૫૧માં વધીને ૭૭.૪ મિલિયન થશે. આના પરિણામે એનએચએસ, હાઉસિંગ અને શાળા પર ભારે દબાણ સર્જાશે.
EEA બહારના નાગરિકો પાસે હેલ્થ સરચાર્જ લેવાશે 20/04/2015 8:53 am Achyut Sanghavi લંડનઃ યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) બહારથી છ માસ કરતા વધુ મુદત માટે યુકે આવતા નાગરિકોએ તેમની ઈમિગ્રેશન અરજી કરતી વખતે ‘હેલ્થ સરચાર્જ’ ચુકવવો પડશે. આવા જે નાગરિકો યુકેમાં છે તેમણે પોતાની મુદત વધારવાની અરજી કરતી વખતે આ ચાર્જ ચુકવવાનો રહેશે. સરકાર હંગામી માઈગ્રન્ટ્સને NHSમાં સારવાર આપવા માટે કરાતા ખર્ચને પહોંચી વળવા આગામી ૧૦ વર્ષમાં £૧.૭ બિલિયન ઉભાં કરશે. આ કાયદો છઠ્ઠી એપ્રિલથી અમલમાં આવ્યો છે.
EU under fire as another migrant boat sinks 22/04/2015 6:52 am K.K. Joseph EU foreign affairs chief Federica Mogherini told member states on Monday they had “no more excuses” not to act on the Mediterranean migrant crisis as reports came through of another boat sinking with 300 people on board
ઈમામ અરવાનીની હત્યા અંગે ચારની ધરપકડ 20/04/2015 9:01 am Achyut Sanghavi લંડનઃ સીરિયામાં જન્મેલા અને વેસ્ટ લંડનની મસ્જિદના ઈમામ અબ્દુલ હાદી અરવાનીની હત્યાના સંદર્ભે પોલીસે શંકાના આધારે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ઈમામ અરવાની સાત એપ્રિલે વેમ્બલીની શેરીમાં એક કારમાં ગોળીથી ઠાર કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ૩૬ વર્ષની વ્યક્તિની ધરપકડ કરી તેને જામીન પર મુક્ત કરી હતી.
Signs of heart attack you must know 22/04/2015 6:54 am K.K. Joseph Understanding the signs of a heart attack can save a life
હતાશા-ડાયાબીટીસથી સ્મૃતિભ્રંશનું જોખમ વધે 20/04/2015 9:04 am Achyut Sanghavi લંડનઃ વ્યક્તિને ડાયાબીટીસ હોય તો તેને સ્મૃતિભ્રંશ થવાનું જોખમ ૨૦ ટકા જેટલું રહે છે. જો વ્યક્તિને હતાશા (ડિપ્રેશન)નું નિદાન થાય તો આ જોખમ ૮૩ ટકા જેટલું વધે છે. પરંતુ, જો વ્યક્તિને હતાશા અને ડાયાબીટીસ બન્ને હોવાનું નિદાન થાય તો સ્મૃતિભ્રંશ થવાનું જોખમ વધીને ૧૧૭ ટકા જેટલું થઈ જાય છે.