અક્ષયતૃતીયાઃ સ્વયંસિદ્ધ અભિજિત મુહૂર્ત 17/04/2015 5:51 am Nilesh Parmar વર્ષનાં ચાર વણજોયાં મુહૂર્તોમાંથી અક્ષયતૃતીયા (આ વર્ષે ૨૧ એપ્રિલ) એક છે. અખાત્રીજ તરીકે પણ ઓળખાતી અક્ષયતૃતીયા એટલે મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળગણના મુજબ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ અને સ્વયંસિદ્ધ અભિજિત મુહૂર્ત. અક્ષયતૃતીયાનાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આથી જ આ દિવસે તમામ માંગલિક કાર્યો મુહૂર્ત જોયા વગર થઈ શકે છે.
ઈસ્લામવાદીઓ દ્વારા યુકેવિરોધી શાળાઓની સ્થાપના 14/04/2015 1:38 pm Achyut Sanghavi લંડનઃ ઈસ્લામવાદીઓ દ્વારા સ્થપાયેલી ૫૦ બિનઅંકુશિત શાળા શિક્ષણ સત્તાવાળાની તપાસ હેઠળ છે, જેમાં ટ્રોજન હોર્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલા પૂર્વ શિક્ષક દ્વારા સ્થાપિત ઘણી શાળા પણ સામેલ છે. આમાં ઈસ્ટ લંડનમાં ટાવર હેમલેટ્સ, નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટ, લુટન અને બર્મિંગહામની કેટલીક શાળાઓ સામે બ્રિટિશ મૂલ્યોની ભાંગફોડ કરવાનો કથિત આક્ષેપ છે.
શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે ૧૯૨મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી થશે 14/04/2015 1:44 pm Kamal Rao શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે શ્રી નરનારાયણદેવના ૧૯૨માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ ભક્તિ ચિંતામણી શાસ્ત્ર અંતર્ગત (પરચાપ્રકરણ) પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. ૧૯થી ૨૩ એપ્રિલ દરમિયાન ભુજ ખાતે કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ અગ્રણી શ્રી શક્તિસિંહજી ગોહિલ 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાતે 21/04/2015 2:42 pm Kamal Rao ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા, ધારાસભ્ય, ભૂતપૂર્વ મંત્રી શ્રી શક્તિસિંહજી ગોહિલ લગ્ન પ્રસંગ માટે યુકેની ખાનગી મુલાકાતે પધાર્યા હતા અને તે સમયે તેમણે તા. ૯મી એપ્રિલના રોજ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે તેમણે શ્રીસીબીને જન્મ દિનની શુભેચ્છાઅો પાઠવીને કચ્છી પરંપરા મુજબ શાલ અોઢાડી હતી. શ્રી ગોહિલની વિશેષ મુલાકાત આગામી અંકોમાં રજૂ કરવામાં આવશે.
અને પાકિસ્તાની તાહિરે ભારતીય સુમૈયાનો પ્રેમ પામવા વતન છોડયું 25/04/2015 7:02 am Nilesh Parmar નવી દિલ્હીઃ આઈપીએલ-સિઝન ૮માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહેલો સાઉથ આફ્રિકાની ટીમનો મુખ્ય સ્પિનર ઇમરાન તાહિર એક સમયે પાકિસ્તાનની અંડર-૧૯ ટીમનો ખેલાડી હતો, પરંતુ ભારતીય યુવતી સાથે પ્રેમ થઇ જતાં પોતાનું વતન છોડી આફ્રિકા સેટલ થઇ ગયો છે.