ભરૂચમાં સ્વચ્છતાં માટે અનોખો શ્રમયજ્ઞ યોજાયોઃ 25/05/2015 8:54 am Viren Vyas ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ૨૪ મેએ યોજાયેલાં મહાઅભિયાનમાં સતત ૪ કલાક સુધી ૧૮ હજાર કરતાં વધુ લોકોએ શ્રમદાન કરી રેકોર્ડ બનાવ્યો છે.
કપડવંજની મહિલાને અમેરિકામાં લાગ્યો મહા જેકપોટ 25/05/2015 9:17 am Viren Vyas કપડવંજનાં વતની અને અમેરિકામાં ઇલિનોઇના રહેતાં પ્રીતિબહેન શાહને લોટરીમાં ૪૦ લાખ ડોલરનો જેકપોટ લાગ્યો છે.
પ્રિન્સ ચાર્લ્સે સિન ફીનના જેરી આદમ્સ સામે શાંતિ-સમાધાનનો હાથ લંબાવ્યો 25/05/2015 11:04 am Achyut Sanghavi લંડન, બેલફાસ્ટઃ પ્રિન્સ ઓફ વેલ્સ અને સિન ફીનના નેતા જેરી આદમ્સ વચ્ચે મંગળવાર, ૧૯ મેએ ઐતિહાસિક બેઠક યોજાઈ હતી, જેને આદમ્સે ‘મીટિંગ ઓફ માઈન્સ’ તરીકે વર્ણવી હતી. રાજકીય અને લાગણીશીલ મહત્ત્વ ધરાવતા પ્રતીકાત્મક હસ્તધૂનન સાથે ૩૦ વર્ષના રક્તરંજિત સંઘર્ષમાં વિરોધી પક્ષમાં રહેલા આ વિરલ મહાનુભાવોએ શાંતિ અને સમાધાનની વાત કરવા તૈયારી દર્શાવી હતી. આઈરિશ રીપબ્લિકમાં સિન ફીનના વરિષ્ઠ નેતા આદમ્સને મળનારા પ્રિન્સ ચાર્લ્સ શાહી પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે.
કેમરન ઈમિગ્રન્ટ્સ માટે કડક નિયમો લાવશે 25/05/2015 11:08 am Achyut Sanghavi લંડનઃ સામાન્ય ચૂંટણીમાં નિર્ણાયક વિજય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને વિદેશથી આવતા વસાહતીઓ માટે ‘કડક, વાજબી અને ઝડપી’ સિસ્ટમ લાવવા ખાતરી આપી છે. બુધવારે ક્વીન્સ સ્પીચમાં તેમના ઈમિગ્રેશન બિલના ચાવીરુપ પગલાં જાહેર કરવામાં આવશે. હદપારીની રાહ જોતા વિદેશી અપરાધીઓને ટેગ કરાશે તેમજ બ્રિટિશ વર્કર્સની ભરતી કરતા પહેલા વિદેશથી ભરતી કરનારી કંપનીઓ સામે કાર્યવાહી સહિતના પગલાં આ બિલમાં સમાવાયાં છે. બેન્કોને પણ જાણીતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ડેટાબેઝ સામે તેના ખાતાધારકોની ચકાસણીની જવાબદારી સોંપાશે. કેમરન કહે છે કે, તેમની સરકાર ‘બ્રિટનને આવવા અને ગેરકાયદે કામ કરવા માટે ઓછો આકર્ષક દેશ’ બનાવશે.
Brit-Indian Corrie star paid damages by Mirror Group 25/05/2015 11:12 am Rupanjana Dutta British Indian actress Shobna Gulati has been awarded a payout from Mirror Group amongst the eight people whose phones were hacked by Mirror Group journalists writing celebrity stories.
ગાંધીજી અને અંજેમની તુલનાથી રોષ 25/05/2015 11:16 am Achyut Sanghavi લંડનઃ બીબીસીના વરિષ્ઠ સંપાદક માર્ક એસ્ટન દ્વારા ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની તુલના મુસ્લિમ ધર્મના કટ્ટરવાદી બ્રિટિશ પ્રચારક અંજેમ ચૌધરી સાથે કરી હતી. આના પરિણામે, બીબીસીને કડક આલોચના સહન કરવી પડી છે. એસ્ટને કહ્યું હતું કે ગાંધીજી અને મંડેલાને તેમના કટ્ટરવાદી વિચારોના કારણે કારાવાસમાં મોકલી દેવાયા હતા. એસ્ટને કટ્ટરવાદીઓ પર નિયંત્રણો મૂકવાની સરકારની યોજનાની ભારે ટીકા કરી હતી.
AWAs: Empowering Asian Women to reach the Skies 25/05/2015 11:29 am Rupanjana Dutta Again, for the 16th year, the Asian Women of Achievement Awards (AWAs) bestowed trophies on ten female ambassadors, each a role model in their respective professional sector.
બોમ્બર અનીસ સરદારને આજીવન કેદ 25/05/2015 11:29 am Achyut Sanghavi લંડનઃ ઈરાકમાં અમેરિકી દળો સામે ઉપયોગમાં લેવાયેલાં બોમ્બ બનાવવા બદલ લંડનના ટેક્સી ડ્રાઈવર અનીસ આબિદ સરદારને આજીવન કેદની સજા ફરમાવાઈ છે. તે ઓછામાં ઓછાં ૩૮ વર્ષ જેલમાં ગાળશે તેમ વૂલીચ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો હતો. તેના હાથે તૈયાર કરાયેલા બોમ્બથી ઈરાકના બગદાદમાં ૨૦૦૭માં યુએસ સાર્જન્ટનું મોત થયું હતું.
Queen makes staff redundant 25/05/2015 12:25 pm Reshma Trilochun Many have criticised the Queen for disregarding the welfare of her staff by dismissing long-serving staff from their post. Some of the staff have young families.