૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું તા. ૧૨મી એપ્રિલના રોજ પ્રેેસ્ટનમાં સન્માન 10/03/2015 2:37 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૨-૩૦થી સાંજના ૭-૦૦ દરમિયાન બ્રિટનના વૃંદાવન સમાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
કોમનવેલ્થ સોલ્જર્સને બ્રિટનની આદરાંજલિ 10/03/2015 2:41 pm Achyut Sanghavi લંડનઃ દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે ૫૩ દેશો સંયુક્તપણે આધુનિક કોમનવેલ્થના વૈશ્વિક અને વૈવિધ્યસભર પરિવારના સભ્યો તરીકે જે કડીઓથી જોડાયેલાં તેની ઉજવણી કરે છે. આ વર્ષના કોમનવેલ્થ દિવસે બકિંગહામ પેલેસ નજીક કન્સ્ટિટ્યુશન હિલમાં મેમોરિયલ ગેટ્સ ખાતે વિશાળ મેદની એકત્ર થઈ હતી. મિનિસ્ટર્સ, કોમનવેલ્થ પ્રતિનિધિઓ, સર્વિસ પર્સોનલ્સ, પીઢ સૈનિકો તેમ જ સિટી ઓફ લંડન સ્કૂલ કમ્બાઈન્ડ કેડેટ ફોર્સના બાળકો એન્યુઅલ સર્વિસ માટે હાઈડ પાર્ક કોર્નર પાસે એકત્ર થયા હતા.